આને માનવતા કહેવાઈ: સિહોરના પશુપાલન માલધારી લખમણભાઈએ મુસ્લિમ પરિવારોના ઘરે રાત્રે ૧ વાગે દૂધ પોહચાડ્યું

દેવરાજ બુધેલીયા
માનવતા વેચાતી મળતી નથી પરંતુ તે લોહીના સંસ્કારોમાં હોઈ છે મુસ્લિમ ભાઈઓને રમજાન માસ ચાલે છે ત્યારે સિહોરના એક માલધારી પશુપાલક લખમણભાઈ આલગોતર નામના દૂધ વિતરકે મુસ્લિમ પરિવારોને કોરોના કપરાકાળના સમયમાં પણ રાત્રે ૧ વાગ્યાના અરસામાં પણ દૂધ પોહચાડી માનવતા અને માણસાઈ કોને કહેવાય તેનું ઉદાહરણ આપડે સૌએ માલધારી પશુપાલક લખમણભાઇ માંથી લઈ લેવું જોઈએ કાળમુખો કોરોના માણસને ભરખવા આવ્યો ઘણાઓને ભરખી પણ ગયો. કોરોના ના ભરખી શક્યો એવા ગરીબ શ્રમિકોને ઘરબંધી કરીને રાખી દીધા કોરોના સમયમાં આંખોમાં આંસુ આવી જાય એવા દ્રશ્યો સામે જોયા આવા કપરા સમયમાં રાજકીય પરિબળ ધર્મવાદના લોકોને ધૃણા ભરવાના ગોરખધંધા બંધ નથી કરતા.

આમ છતાં લખમણભાઈ આલગોતર જેવા માલધારી વડીલો માનવતાનો ઉપદેશ આપતા રહે છે જે ઘનઘોર અંધારામાં પણ પ્રકાશની હાજરી બતાવે છે સિહોરના પશુપાલક લખમણભાઈ આલગોતર જેઓ દુધના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા છે સવાર સાંજ ઘર ઘર જઈને દૂધ વિતરક કરે છે સિહોરમાં કોરોના એન્ટ્રી બાદ કેટલાક વિસ્તારોને તંત્ર દ્વારા સિલ મારી દીધા હતા અને એ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ લખમણભાઈ આલગોતર નામના પશુપાલક માલધારીએ લોકોને સમયસર દૂધનું વેચાણ કર્યું છે ત્યારે એક દિવસ તો એવું થયું કે દૂધ વિતરણમાં કઈ પ્રોબ્લેમ થયો સમયસર લોકોને દૂધ પોહચાયું નહિ..

બીજી બાજુ મુસ્લિમોનો પ્રવિત્ર રમજાન માસ ચાલે..આ ગંભીર અને કટોકટીના સમયે પશુપાલક લખમણભાઈએ તે દિવસે મધરાત્રીએ ૧ વાગે મુસ્લિમ પરિવારોના ઘરે દૂધ પોહચાડીને માનવતા દાખવી છે ત્યારે સિહોરના જુમ્મા મસ્જિદ વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી મુક્ત થયા બાદ આજે પશુપાલક લખમણભાઈનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું હર્ષ સાથે લોકોએ માલધારી પશુપાલક લખમણભાઈને વધાવી સન્માન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here