સિહોરના અગ્રણી ધવલ દવે દ્વારા થશે કિટોનું વિતરણ, કીટ આપતી વખતે ફોટોગ્રાફી નહિ થાય

હરેશ પવાર
હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી છે મંદિરો સાથે ધાર્મિક કાર્ય સાથે જોડાયેલા લોકોની આર્થિક સ્થિતિ પડી ભાંગી છે. આવા કર્મકાંડના વ્યવસાય સાથે સંકળાયેલા સમાજના ગરીબ પરિવાર માટે કાલથી બે દિવસ રાશન કિટોની વિતરણ નું આયોજન કરવામાં આવશે. જેમાં મૂળ સિહોરના હાલ ગાંધીનગર ખાતે સ્થાપી થયેલ ભાજપના યુવા અગ્રણી અને સામાજિક આગેવાન ધવલભાઈ દવે દવારા આવતા દિવસોમાં સમાજના ગરીબોને કીટ વિતરણ કરવા માટે થઈને મોટું આયોજન કરવામાં આવ્યું છે.

ધવલભાઈ દવે દ્વારા આવતા દિવસોમાં સિહોરના કર્મકાંડી ભુદેવ થતા સિહોરના મુખ્ય મંદિરના મહંતો વિધવા બહેનો માટે અનાજ અને જીવન જરૂરિયાત કિટો વિતરણ કરાશે જેની તૈયારીઓ સિહોર યુવા પરશુરામ ગૃપ દ્વારા કરવામાં આવી રહી છે. અહીં કીટ વિતરણમાં મોટી વાત એ સામે આવી રહી છે કે કીટ વિતરણ દરમ્યાન કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી કરવામાં આવશે નહિ માટે સમાજના જરૂરી ગરીબ પરિવાર બેજીજક બનીને કીટ સ્વીકાર કરવા માટે આવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here