સિહોરમાં અમીન સોડા વાળાએ સોશિયલ ડિસ્ટન્સ માટે કર્યો આ આઈડિયા, કેમ કુંડાણા ન કર્યા, જાણીને તમે પણ કહેશો.લાવ્યો ભાઈ

હરેશ પવાર
કોરોના દરમિયાન ફ્રી સમયમાં લોકોની ક્રિએટિવિટી ખીલી છે. સોશિયલ ડિસ્ટન્સ માટે લોકો અંતર રાખે તે માટે કુંડાણાનો આઈડિયા ગુજરાતમાંથી આવ્યો હતો ત્યારે સિહોરમાં આવેલ અમીન સોડા વાળાએ કુંડાણાને બદલે નકામા કલરે કલરના ટાયર ગોઠવી દીધા છે. જેમાં સોડાની બાજુમાં આવેલ સ્ટેશનરી ખરીદી તેમજ ઝેરોક્ષ માટે આવનાર લોકોને ટાયરની અંદર ઉભા રાખીને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

જોકે આવું તેણે કેમ કર્યું હશે તેની પાછળ પણ એક લોજીક છે જે પહેલી નજરે કોઈને ખ્યાલ આવે તેવું ઓછું બનશે સિહોર ભાવનગર રોડ આવેલા અમીન સોડા વાળા મમુભાઈ દ્વારા પોતાની સ્ટેશનરી અને ઝેરોક્ષની દુકાન ઉપર સોશિયલ ડિસ્ટન્સ માટે ટાયરનો કન્સેપ્ટ અમલમાં મુકાયો હતો. અમીન સોડા વાળા મમુભાઈએ પોતાની વે ત્રણ ચીજવસ્તુઓની દુકાન બહાર કુંડાણા કરવાને બદલે યુઝડ ટાયર મૂકી દીધા હતા. આખો દિવસ બાદ જયારે દુકાન બંધ કરવાની થાય ત્યારે ટાયર દુકાન અંદર મૂકી દેવામાં આવે છે અને સવારે ફરી એકવાર એક એક દોઢ મીટરનાં અંતરે ટાયર ગોઠવી દેવામાં આવે છે.

જેને કારણે અહીં આવતા લોકો પણ ચા વાળાનાં આઈડિયા ઉપર ફિદા થઈ ગયા હતા. એક તબક્કે તો રોજની મહેનત જેવું લાગે પણ અહીં નીચે માટી છે જેથી જો અહીં કુંડાણા કરવા જાય તો બીજા ત્રીજા દિવસે ફરી કુંડાણા કરવાનો વારો આવે, વળી રોડ પૂરો થયા પછી સતત માટીને કારણે કુંટાણાં કાળા પડી જાય અને પાછા સરખા દેખાય નહીં. હવે હાલ અહીં ફ્લોરિંગનો ખર્ચ કરાય તેમ નથી. તેથી ટુંકું અને ટચ ટાયર મુકી દો અને ધંધો ધમધમાઓ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here