છેલ્લા કેટલાક દિવસોથી ટિકિટો લઈ લીધા બાદ પણ પરપ્રાંતિયોનો અંત નથી આવી રહ્યો, બિહારના શ્રમિકોની ધીરજ ખૂટતી જાય છે, આજે મામલતદાર કચેરી ખાતે ટોળું ઘસી ગયું

હરેશ પવાર
ચોથું લોકડાઉન આવી પોહચ્યું છે અને પરપ્રાંતિયોને વતન મોકલવાનો જે પ્રશ્ન હતો તે ધીરે ધીરે ઉકેલાતો નજરે આવી રહ્યો છે. રોજબરોજ હજારોની સંખ્યામાં લોકો ટ્રેન અને બસ મારફતે પોતાના રાજ્યમાં પહોંચી રહ્યા છે. અણધડ આયોજન બાદ હવે લોકોને ઘરે મોકલવાનું કાર્ય એક કહેવાતા વ્યવસ્થિત ઢબે થઈ રહ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે. જોકે આ બધાની વચ્ચે હજુ પણ કેટલીક જગ્યાએ અન્ય રાજ્યોમાં જવા અર્થે મજૂર વર્ગ રઝળી રહ્યો છે તે સિહોર મામલતદાર કચેરી ખાતે ટોળું ઘસી ગયું તે ઉદાહરણ તાદ્રશ્ય છે બીજી બાજુ લાંબીલચક પ્રક્રિયામાંથી પસાર થવાનું થઈને પણ સરકાર અને તંત્રની સાવ ઢીલી દેખાઈ રહી છે.

તેનું ઉદાહરણ સિહોરના પરપ્રાંતિયો છે સિહોર જીઆઇડીસી વિસ્તારમાં હજારો પરપ્રાંતિયો કામ કરે છે જેમાં બિહારીઓ પણ છે લોકડાઉનના કારણે કામધંધા બંધ થવાથી મોટાભાગના શ્રમિકોએ વતનની વાટ પકડી લીધી છે તો મોટાભાગના શ્રમિકોનો હજુ રઝળપાટ થઈ રહ્યો છે બિહારના ૧૪૦૦ આસપાસ શ્રમિકોએ પૈસા આપીને ટિકિટો ખરીદી લીધી હોવા છતાં તેઓ માટે વ્યવસ્થાઓ થઈ રહી નથી ત્યારે કંટાળી આજે સિહોર મામલતદાર કચેરી ખાતે એક ટોળું ઘસી ગયું હતું સિહોર જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા બિહારના પરપ્રાંતિય શ્રમિકોની વારંવાર ટ્રેન રદ થવાના કારણે ધીરજ ખૂટી છે.

આજે સવારે રોષ સાથે સિહોરની મામલતદાર કચેરી ખાતે ટોળું ઘસી આવ્યું હતું જોકે પોલીસ અને મામલતદારશ્રી દ્વારા મામલાને થાળે પાડ્યો હતો સિહોરના જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા શ્રમિકોને પોતાના વતન જવા મંજુરી આપવામાં આવી છે શ્રમિકોએ પોતાના વતન જવાની વ્યવસ્થાઓ કરી લીધી અને પૈસાઓ ખર્ચીને ટીકીટો પણ ખરીદી લીધી છે કોઈ કારણોસર ટ્રેન રદ થવાના કારણે હવે રોષ ફેલાયો છે આજે મામલતદાર કચેરી ખાતે ટોળું ઘસી આવ્યું હતું જોકે પોલીસ અને મામલતદાર દ્વારા મામલાને સમજાવટ કરી થાળે પાડી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here