સિહોર વિદ્યામંજરી ખાતે વિદ્યાર્થીનીઓ શિક્ષીકા બહેનો માટે સ્વ-બચાવ માટે કરાટે ટ્રેનીંગનું આયોજન

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તેમજ શાળા પરીવારની શિક્ષીકા બહેનોને અત્યારે જે સમાજની અંદર મહિલાઓ ઉપર બલાત્કાર રેપ જેવા કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે મહીલાઓને કઈ રીતે પોતાનો સ્વ-બચાવ કરવો તે સંદર્ભે વાડો કાઈ કરાટે – ભાવનગર નાં સહયોગથી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો તેમજ શાળા પરીવારની શિક્ષીકા બહેનોને સ્વ-બચાવની કરાટે તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ ભાવનગર જીલ્લા નિયામક સેનશાઈ કમલભાઈ એચ દવેનાં માર્ગદર્શન હેઠળ હિરલબેન જોષી અને સેનશાઈ રાહુલભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.

વિદ્યાર્થીની બહેનોને તેમજ ઉપસ્થિત તમામ મહીલાઓને સ્વ-બચાવની તાલીમમાં ક્યાં અંગ ઉપર ઓછા બળે પ્રહાર કરીએ તો વધુ અસરકારક પ્રહાર થઈ શકે તે બદલ પ્રેક્ટીકલ જ્ઞાન આપી સમજણ પુરી પાડવામાં આવી હતી તેમજ કોઈ આપણને પકડે અથવા તો આપણી સાથે કોઈપણ પ્રકારની બળજબરી કરે તો કરાટે કળાથી પોતાનો કઈ રીતે સ્વ-બચાવ કરી શકાય તે બાબતે ઊંડાણપુર્વક સમજણ પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here