લોકડાઉન દરમિયાન તમામ ધાર્મિક સ્થળો, મેળાવડા ઉપર પ્રતિબંધ છે ત્યારે કોરોના મહામારીના સમયમાં પોલીસ અને પ્રશાસનને સહકાર આપવા આગેવાન નૌશાદ કુરેશી દ્વારા અનુરોધ

દેવરાજ બુધેલીયા
લોકડાઉનના સમય દરમિયાન તમામ ધાર્મિક સ્થળો, મેળાવડાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આગામી ૩૧મી સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ પોલીસ મથકના પી.આઇ. સાથે મુસ્લિમ સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો સાથે મિટીંગ મળી રહી છે અને રમઝાન ઇદની ઉજવણી ઘર પર રહી કરવા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે ગૃહ મંત્રાલય ભારત સરકારની સુચના મુજબ તમામ ધાર્મિક સ્થળો બંધ રાખવાના રહે છે અને ધાર્મિક મેળાવડા ઉપર પ્રતિબંધ છે.

જેથી પવિત્ર રમઝાન માસ રાબેતા મુજબની ઉજવણી નહીં કરવા અને મુસ્લિમ સમાજના ધાર્મિક આગેવાનો, સામાજિક આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો, મહોલ્લા સમિતિના સભ્યો, શાંતિ સમિતિના સભ્યો વિગેરે સાથે જરૂરી સંકલન કરી લોકડાઉનનું સંપૂર્ણ પાલન થાય તે માટે સહમતી સાધવા અને આવા આગેવાનો તરફથી રમઝાન ઇદની ઉજવણી જાહેરમાં નહીં કરવા અને મુસ્લિમ સમુદાયના સભ્યો પોતાના ઘર પર રહીને રોઝા-ઇફતાર-નમાઝની તમામ રીત રસમો કરવા નિર્ણય લેવાયો છે ત્યારે દરેક મુસ્લિમ સમાજના લોકોએ ઘરમાં રહીને ઇદની ઉજવણી કરવા મુસ્લિમ યુવા અગ્રણી આગેવાન નૌશાદ કુરેશીએ અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here