સિહોરની એકતા સોસાયટીમાં ગટરોના પાણી ઘર ઘરમાં ઉભરાયા, લોકો ઉલેચી ઉલેચી થાક્યા

મુકેશ જાનીએ કહ્યું ગટર પ્રોજેક્ટની વિજિલન્સ તપાસ થાય તો ઘણું ખરું બહાર આવે, ગટર મુદ્દે ફરી કડાકા – ભડાકા થશે

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા સિહોરની સામાન્ય સમસ્યાઓને દૂર કરવા માટે હરહંમેશ ઉણી જ ઉતરી છે. નળ પાણી ગટર સહિતના પ્રશ્નોની કરોડો ની ગ્રાન્ટ આવે અને ક્યાં જતી રહે એ જ ખબર પડે નહીં. સિહોરમાં નગરપાલિકા પ્રમુખ દીપ્તિબહેન દ્વારા ખુરશી ઉપર બેસતા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આજે સિહોરની એકતા સોસાયટીમાં ગટરના પાણીએ પાછી મારતા અહીંના મકાનોમાં ગંધ મારતા પાણી ઘરમાં ફરી વળ્યાં હતા. લાખો કરોડો ના ખર્ચે ગટરોના કામ કરવામાં આવે છે તો પછી આવી ગટરો ઉભરવાની સમસ્યાઓ કેમ જેમ ની તેમ રહે છે.

એક બાજુ કોરોના વાયરસ પોતાનો પંજો ગુજરાતમાં મજબૂત કરી રહ્યો જેમાં સિહોર પણ બાકાત નથી ત્યારે આવા મહામારીના સમયમાં આવી મોટી ભૂલ ખૂબ મોટી રોગચાળા ની મહામારી નોતરી શકે તેમ છે જેમાં કોઈ શંકા ને સ્થાન નથી. એક તરફ પીવાના પાણીના પાઈપલાઈનો માં મોટા ગોટાળા છે ત્યાં ગટરની લાઈનોના કામ ઉપર પણ અનેક પ્રશ્ન પ્રજામાં ઉભા થઇ રહ્યા છે. સિહોર માં જાણે અંધેર નગરી ને ગંડું રાજા જેવી સ્થિતિ થઈ ગઈ હોય તેવું લાગે છે. ભાજપનું કદાચ ખરાબ વિકાસનું મોડેલ સિહોર હશે આ મામલે મુકેશ જાનીએ કહ્યું હતું કે ગટર પ્રોજેક્ટની વિજિલન્સ તપાસ થાય તો ઘણું ખરું બહાર આવે શકે છે ત્યારે ગટર મુદ્દે ફરી કડાકા – ભડાકા થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here