સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ દુકાનો ખોલતા સરેરાશ માત્ર કલાકો ધંધો મળે, વેપારીઓ દ્વારા અચોક્કસ મુદત સુધી ધંધા બંધ કરવાનો તખ્તો તૈયાર, વેપારીઓની નારાજગીનો સુર ગાંધીનગર સુધી પોહચે તેવી શક્યતાઓ

મિલન કુવાડિયા
લોકડાઉન-૧ થી લોકડાઉન ૩ સુધી ધંધાઓ બંધ રહેવાથી વેપારીઓ પહેલાથી જ આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે. લોકડાઉન-૪માં વધુ છુટછાટ મળવાની આશા હતી પરંતુ ધંધાનો સમય ઘટાડવા સાથે ઓડ-ઈવન પદ્ધતિ લાગુ કરાતા બીજી બાજુ તંત્રના જડ વલણ સામે સિહોર શહેરના વેપારીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે અને વેપારીઓ અચોક્કસ મુદત માટે ધંધા રોજગાર બંધ માટેનો તખ્તો ઘડાતો હોવાની જાણકારી મળી રહી છે આ અંગે માર્કેટ માંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ લોકડાઉન-૪માં સરકારે ધંધાનો સમય ૮ થી ૪નો કરી કર્યો છે સિહોરમાં સ્થાનિક તંત્ર દ્વારા ૮ થી ૧ સુધી કરવામાં આવ્યો છે સરકારે જાહેર કર્યું પછી પણ વેપારીઓને ધંધા કરવા માટેનો સમય ઘટી ગયો છે આટલું ઓછું હોય તેમ ઓડ-ઈવન પદ્ધતિ લાગુ કરાઈ છે.

જેમાં દુકાનોને એકી – બેકી નંબર આપવામાં આવ્યા છે જે મુજબ એકી નંબરની દુકાનો એક દિવસ ખોલવાની છે. જ્યારે બેકી નંબરની દુકાનો બીજા દિવસે ખોલવાની છે બીજી બાજુ અઠવાડીયામાં વેપારીઓને ધંધો કરવા માંડ ૩ દિવસ મળશે. તેમાં પણ સવારના ૮ થી ૧ નો સમય છે. જ્યારે ઘરાકી સવારના ૯ થી બપોરના ૧૨ સુધીનો હોય છે. એક દિવસમાં ૩ કલાકનો ધંધો થાય તેવી સ્થિતિ અહીં ઉભી થઇ છે અને મુખ્ય બાબત આ ત્રણ કલાકના વ્યાપાર સામે તંત્રનો કાફકો નીકળે ત્યારે વેપારીઓને ધમકાવવા અને વગર જોતી જીભા જોડી અને ગેરવર્તન થતું હોવાનું વેપારી વર્ગમાંથી ફરિયાદો ઉઠી છે.

જેના કારણે ભારે નારાજગી અને રોષ ફેલાયો છે જેના કારણે સમગ્ર વેપારી મંડળો દ્વારા તમામ ધંધા રોજગાર બંધ કરી દેવાનો તખ્તો ઘડાઈ ચુક્યો હોવાની જાણકારી મળી રહી છે કારણકે સંવેદનશીલ સરકારે કેટલીક મોટી છૂટો આપી હોવા છતાં સ્થાનિક તંત્રના જડ વલણ સામે રોષ પ્રવર્તયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here