રાત દિવસ તીડ મારવાની દવાનો છંટકાવ કરીને જગતના તાતની વાર કરતા ફાયર કર્મચારીઓ

હરેશ પવાર – દેવરાજ બુધેલીયા
જિલ્લામાં આભમાંથી આફત તીડ સ્વરૂપે ઉતરી આવી છે. આવામાં સિહોરના ગામડાઓને પણ તીડના ઝુંડ ધમરોળી રહ્યા છે. ઉમરાળા ના લંગાળા અને હડમતાળા ગામમાં તીડના મોટા ઝુંડો ઉતરી આવ્યા હતા. તીડના મોટા ઝુંડો જોઈને ખેડૂતો માથે આફત ઉતરી આવી હતી. ઉભા પાકને નાશ કરવા લાગી ગયા હતા તીડ. તીડ નો નાશ કરવા માટે થઈને સિહોર પ્રાંત અધિકારી દ્વારા તાબડતોબ ટી.ડી.ઓ, ગ્રામ રક્ષક દળ અને સરપંચ સહિતની ટિમો તીડનો નાશ કરવા માટે રાત આખી કામે લાગ્યા હતાં.

સિહોરના ફાયર વિભાગના કર્મીઓ દ્વારા તીડ મારવાની દવાનો રાતભર મારો ચાલવામાં આવ્યો હતો. ફાયર વિભાગના કર્મીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતા બચાવવામાં આવ્યા હતા. તીડનો નાશ કરવા માટે થઈને સિહોર ફાયર વિભાગના કર્મીઓ રાત દિવસ કામે લાગ્યા હતા. ભારે જહેમત બાદ તીડો ના ઝુંડનો નાશ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here