લોકડાઉન વચ્ચે સિહોરની બજારોમાં રમઝાન ઈદની ખરીદીનો માહોલ મંદ

સંદીપ રાઠોડ
સામાન્ય રીતે કોઈ પણ ધર્મનો તહેવાર હોય ત્યારે ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા બે માસથી કોઈપણ નાના-મોટા તહેવારોની ઉજવણી શક્ય બની શકી નથી. તેની વચ્ચે મુસ્લિમ સમાજના બિરાદરો માટે રમઝાન ઈદ તહેવાર છે. જોકે, લોકડાઉન અમલી હોવાથી કાળજી પુર્વક અને સરકારી નિયમોના પાલન કરી ઈદની ઉજવણી કરવામાં આવશે. ત્યારે બજારોમાં મહદઅંશે ઈદના તહેવાર નિમિત્તે ખરીદી શરૂ કરાઈ છે, જેમાં ગ્રાહક રાજાની પાંખી હાજરી દેખાય છે.

તો ક્યાંક મા-બાપ કે વડીલો બાળકોની જીદ પૂરી કરવા કંઈક ખરીદી કરતા હોય એવા પણ ક્યાક – ક્યાંંક દ્રશ્યો દેખાયા હતા. સિહોરના અમુક વિસ્તારોમાં મહદઅંશે ખરીદી થઈ હતી. જ્યારે અમુક વિસ્તારોમાં વેપારીઓ પણ ગ્રાહકોની રાહમાં દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે, સમયની પાબંદી આવ્યા બાદ વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે, તેની વચ્ચે ઈદની ખરીદી પણ મહદઅંશે જ હોવાના કારણે વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here