રબારી સમાજના આગેવાનો દ્વારા નેસડા વૃદ્ધઆશ્રમ ખાતે ઉજવણી કરાઈ

દેવરાજ બુધેલીયા
દુધરેજ ખાતે આવેલ વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુનો આજે જન્મદિવસ હતો. અખિલ ભારતીય રબારી સમાજના ધમઁગુરૂ ગાદિશ્રી વડવાળા મંદિર દુધરેજધામ ના શિક્ષણપ્રેમી,ગૌ પ્રેમી, સમાજના કુરિવાજોને નાબુદ કરનાર પ.પૂ.મહંતશ્રી કણીરામ બાપુના આજે જન્મદિવસે સિહોર તાલુકાના નેસડા ગામે આવેલ હરિઓમ વૃદ્ધાશ્રમ ખાતે નાસ્તો,આઈસ્ક્રીમ તેમજ માસ્કનું વિતરણ કરી પૂ.બાપુના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.સિહોરના રબારી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી બાપુના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે રાકેશભાઈ શેલાણા,મનીષભાઈ આલ(મુન્નાભાઈ),જનકભાઈ છેલાણા,લાલાભાઈ જોટાણા,મુનાભાઈ જાદવ(જય જલારામ)સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here