જળ એ જ જીવન છે તેની દુહાઇ દેનાર જ તેનું મહત્વ પોતે ક્યારે સમજશે તે સવાલો સતત મનમાં સતાવ્યે રાખે છે

હરેશ પવાર
એકબાજુ પાણી માટે પ્રજા પોકાર કરી રહી છે બીજી બાજુ તંત્ર ના પાપે અને અણઆવડતના કારણે શહેરમાં બે થી ત્રણ જગ્યાઓ પર બેફામ પાણી વેડફાઈ રહ્યું છે સિહોરના ગરીબશાહ પીર દરગાહના ગ્રાઉન્ડમાં પાણીનું રીતસર તળાવ ભરાયું છે અને તંત્રના પેટનું પાણી હલતું નથી ગઈકાલે સાંજના સમયે સિહોરના રેસ્ટ હાઉસ સામેની બાજુમાં પાણીની લાઈન લિકેજના કારણે હજારો લીટર અમૂલ્ય પાણી વેડફાઈ ગયું ત્યારે એમ થાય કે જળ એ જ જીવન છે તેવું દુહાઈ દેનાર જ તેનું મહત્વ ક્યારે સમજશે? સિહોર શહેરમાં વર્ષોથી પાણીના પોકારો રહ્યા છે પ્રજા પાણી માટે વલખા મારી રહી છે બાબતે ભૂતકાળમાં જશું તો અખબારમાં જગ્યાઓ ટૂંકી પડશે પરંતુ એક વાસ્તવિકતા ચોક્કસ છે.

કે જળ એ જ જીવનના સ્લોગન આપનાર અને દુહાઈ દેનાર ખુદ તંત્ર પોતે ક્યારે સમજશે તે એક મોટો સવાલ છે પીવાના પાણીના એક એક ટીંપા માટે તરસતા શહેરના છેવાડાના પ્રજાજનોએ ભલે વલખા મારે અત્રે એક બાબત એ પણ સર્વવિદીત છે કે જમીનના પેટાળમાંથી ઘટી રહેલા પાણીના કારણે આગામી સમય (ભવિષ્ય)માં ભારે જળસંકટની એંધાણી જ નહી ચેતવણી પણ ભુસ્તરશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો આપી ચુક્યા છે.આથી સજાગ અને ગંભીર બનેલી સરકાર પણ પાણીનો વિવેક અને કરકસરપુર્વક ઉપયોગ કરવાનું અભિયાન ચલાવી રહી છે.

ત્યારે તંત્ર ક્યારે જાગૃત બનશે અને જળ એ જ જીવન છે નું મહત્વ ખુદ તંત્ર સમજશે તો પ્રજાને પણ સમજાવી પાણીનો બગાડ અટકાવવામાં અસરકારક પગલાં ભરી શકશે તેવી ચિંતાભરી આશા આવનારી પેઢીઓનું સુખદ ભવિષ્ય ઇચ્છતા જાગૃત નાગરીકોમાં ઉઠવા પામી છે. આ વેડફાટ સામે જવાબદાર કોણ છે તે સવાલ લોકો પૂછી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here