કોઈ અજાણ્યા શખ્સે ગાયને હથિયારના ઘાં જીકી ઇજા કરી, કોંગ્રેસના અગ્રણી નટુભાઈ પરમારે જીવદયાનો સંપર્ક સાંધ્યો…
દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં ભાવનગર રોડ સર્વોત્તમ ડેરી નજીક ગાયને કોઈ હરામખોરે ત્રિક્ષણ હથિયાર ઘાં જીકી દેતા ગંભીર હાલતને લઈ ગાયની સારવાર જીવદયા પ્રેમીના દેવરાજ બુધેલીયા અને ટીમે કરી હતી ગઈકાલે બપોરના સુમારે મૂળ કાજાવદર ગામના રહેવાસી અને કોંગ્રેસ અગ્રણી ટાણા ચોકડી વિસ્તારમાં લસ્સીની દુકાન ધરાવતા નટુભાઈ પરમાર જેઓ ભાવનગર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન સિહોરની સર્વોત્તમ ડેરી નજીક એક ગાયને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરેલી ગંભીર હાલતમાં જોઈતા જેઓએ ઈન્ટરનેટ અને ગુગલના માધ્યમથી જીવદયા સંસ્થાની મદદ માંગી હતી જોકે જીવદયા સંસ્થા ભાવનગર શહેર પૂરતી હોવાનું નટુભાઈએ જણાવ્યું હતું કોઈ નરાધમોએ ગાયને એ રીતે હથિયાર વડે ઘા માર્યા છે કે તસ્વીર જોતા પાછળ પૂછડાના ભાગે હથિયાર વડે હુમલો કર્યો છે જોકે બાદમાં સિહોર જીવદયાના પશુ પ્રેમી દેવરાજ બુધેલીયાને બનાવની જાણ થતાં સ્થળ પર દોડી જઈને ઇજાગ્રસ્ત ગાયની જરૂરી સારવાર કરીને બનાવને લઈ રોષ વ્યકત કર્યો હતો.