સિહોર અર્બન હેલ્થ કચેરીમાં ધૂળ ખાઈ રહ્યા છે આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનાના કાર્ડ.

હજારો ની સંખ્યામાં આ કાર્ડનો જથ્થો અહી ધૂળ ખાતો નજરે પડે છે, આશાવર્કર બહેનો દ્વારા આ કાર્ડ લાભાર્થીઓને ઘરે પહોચાડવા હોય છે.

આ કાર્ડનો જથ્થો અહી શા માટે પડ્યો છે તે મોટો સવાલ, તાકીદે આ મામલે તપાસ કરવામાં તે જરૂરી.

દેવરાજ બુધેલીયા
દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે દવાખાના ના ભારે ખર્ચાઓ સામે ગરીબ વર્ગને રાહત આપવા આયુષ્યમાન સહાય યોજના મુકવામાં આવી છે જેમાં 23 જેટલી ગંભીર બીમારીઓ સામે ખાનગી હોસ્પિટલમાં પણ મફત સહાય કરવામાં આવે છે. તદુપરાંત કેન્સર ના દર્દીઓને પણ તાત્કાલિક ધોરણે આ કાર્ડ ઉપર સહાય આપવામાં આવે છે. આજ જ આયુષ્યમાન કાર્ડ નું આયુષ્ય સિહોરમાં ધૂળ ખાતું નજરે પડ્યું છે. કેન્દ્ર સરકારની યોજનાની સ્થાનિક તંત્ર ને જરા પણ ગંભીરતા નથી તે આ ધૂળ ખાતા આયુષ્ય માન કાર્ડની હાલત જોઈને લાગી રહ્યું છે.

હવે જો આ કાર્ડની આવી દશા છે તો અહીં તંત્રની કામગીરી પણ કેટલી વખણવા લાયક હશે તે તો દ્રશ્ય જોઈને સમજાય જ જવું જોઈએ. સરકારી કર્મચારીઓ ને બેસવા ના જ પગાર જોતા હોય તેવું લાગી રહ્યું છે. ભગવાન બચાવે આવા અધિકારીઓ થી સરકારી તંત્રને. મહામૂલ્ય ગણાય જે ગરીબ લોકો માટે તેની લેશ માત્ર કિંમત નથી આ તંત્ર ને. સિહોર ખાતે આવેલી અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના એવી આયુષ્યમાન ભારતના કાર્ડ ધૂળ ખાઈ રહ્યા છે.સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં આશાવર્કર બહેનો દ્વારા આ કાર્ડ લોકો સુધી પહોંચી યોગ્ય લાભાર્થીને તેના ઘરે જઈ આપવાનું હોય છે અને તેની યાદી સરકારમાં આપવાની હોય છે

પરંતુ હકિકતમાં બાબતે સ્થાનિક વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. આ કાર્ડની શું હાલત છે તે નજરે જોઈ શકાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત કે જેમાં ખાસ ગરીબો અને જરૂરિયાત મંદ લાભાર્થીઓને નાની મોટી 23 જેટલી ગંભીર બીમારીઓ સામે સારવાર માટે રૂ.5 લાખ સુધીની વીમા સહાય આ કાર્ડ માં ઉપલબ્ધ હોય.આવા મહામૂલી આયુષ્યમાન ભારત કાર્ડ સિહોરના અર્બન હેલ્થ સેન્ટરમાં ધૂળ ખાઈ રહ્યા છે. સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી હાલ મીડિયા સામે આવી છે અને જેના ઘેરા પડઘા આવનારા સમયમાં પડી શકે છે.

સિહોરના અર્બન હેલ્થ સેન્ટરમાં હાલ હજારો આયુષ્યમાન કાર્ડ ધૂળ ખાઈને પડ્યા છે. આ અર્બન હેલ્થ સેન્ટરમાંથી આશા વર્કર બહેનો દ્વારા આ કાર્ડ ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓ ને ઘરે બેઠા પહોંચાડવાના હોય છે અને જેની નોંધ સરકારી ચોપડે પણ કરવાની હોય છે ત્યારે આ અર્બન હેલ્થ સેન્ટર માં વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાના કાર્ડ આવી હાલત માં મળી આવતા આ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ બાબતે યોગ્ય તપાસ થાય અને જરૂર પડે કડક પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here