શંખનાદ ઈંપેક્ટ : સિહોર શહેરમાં પાણીની લાઈનો તૂટવાના અહેવાલો બાદ તંત્ર હરકતમાં, તૂટેલી લાઈનોનું રીપેરીંગ શરૂ

હરીશ પવાર – શંખનાદ ઈંપેક્ટ
જળ એ જ જીવનના સ્લોગન સાથે પાણી બચાવોની દુહાઈ દેનાર તંત્ર ખૂબ આ સ્લોગન અને સુત્રનો અમલ ક્યારે કરશે તે સવાલો સાથે ગઈકાલે શંખનાદ સમાચાર દ્વારા સિહોરના વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈન તૂટી હોવાના કારણે કાળઝાળ ગરમીમાં બેફામ પાણી વેડફાઈ રહ્યું છે તે અહેવાલ પ્રસારિત કર્યા હતા જે અહેવાલો બાદ આજે સવારથી તંત્ર વિભાગ દ્વારા તૂટેલી લાઈનો રીપેર કરીને પાણી બંધ કરવા માટેની તજવીજ હાથધરી છે સિહોર નગર પાલિકા પાણી પુરવઠા વિભાગ હંમેશા ચર્ચામાં રહ્યું છે સારા ચોમાસાના કારણે તળાવ ભરેલું છે.

શહેરમાં અસંખ્ય પાણીના બોર આવેલા છે જે શરૂ છે મહીં પરીએજ નર્મદા પાણીની આવક પણ શરૂ છે છતાં પણ સત્તામાં બેઠેલા કે તંત્રની અણઆવડતના કારણે શહેરની પ્રજા આજે પણ દિવસો સુધી પાણી માટે વલખા મારે છે તે હકીકત છે કોંગ્રેસ દ્વારા પણ પાણી પ્રશ્નને રજુઆત કરી હતી એક તરફ આકરો ઉનાળો બીજી બાજુ લોકડાઉનને કારણે ઘરબંધી વચ્ચે અનિયમિત પાણી વિતરણ વ્યવસ્થાના કારણે લોકોને હાડમારીનો પાર નથી ત્યાં સિહોરના ગરીબશાહ પીર ગ્રાઉન્ડ અને રેસ્ટ હાઉસ પાસે પાણી લાઈટ તૂટી જવાથી હજારો લીટર પાણી વેડફાઈ ગયું જળ એ જ જીવન અને પાણી બચાવોની દુહાઈ દેનાર તંત્રની જ ગંભીર બેદરકારી સામે આવી હતી.

જે ગઇકાલે શંખનાદ સમાચારે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો આજે સવારથી સરકારના તંત્ર વિભાગ દ્વારા સિહોરના રેસ્ટ હાઉસ પાસે તૂટેલી લાઈનને રીપેરીંગ કરવાની તજવીજ શરૂ કરી હતી ઉલ્લેખનીય છે શહેરની પ્રજા માટે ૧૧ કરોડ રૂપિયા અ..ધ..ધ રકમ સરકારે ફાળવી હોવા છતાં પાણીની લાઈનો તૂટવાથી અનેક શંકાઓ લોકોમાં પ્રવર્તી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here