સિહોર તાલુકા કોંગ્રેસ દ્વારા મનરેગા રાહત કામે ઠંડી છાશ અને માસ્કનું વિતરણ

દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના અને ગામોમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ધોમધખતા તાપમાં મનરેગાના મજૂરો તળાવ ઊંડા ઉતરવાનું ભગીરથ પુરુષાર્થ કરી રહ્યા છે લોકડાઉન વચ્ચે મનરેગા યોજના ગરીબો માટે સંજીવની બની છે હજારો ગરીબોને રોજી-રોટી પૂરી પાડતી મનરેગા તળાવો ઉંડા ઉતારવા સહિતના કામો મળી રહે છે લોકડાઉનના કપરા કાળમાં શ્રમિકો માટે આ યોજના ફળદાઈ સાબિત થઈ છે ત્યારે બળબળતા તાપ વચ્ચે મનરેગા ગ્રામિણ રોજગાર યોજના અંતર્ગત સિહોર તાલુકાના વાવડી (ગજા) ગામે રાહત કામ શરૂ છે ત્યારે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોકુળભાઈ આલ સહિત આગેવાનીની હાજરીમાં માસ્ક વિતરણ તથા ઠંડી છાશની સુંદર વ્યવસ્થા કરવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here