કોરોના વોરિયર્સ સન્માનના સાચા હકદાર : સિહોર તાલુકા કારડિયા રાજપૂત સમાજ યુવા સંઘ દ્વારા શહેરના મુખ્ય અધિકારીઓને સન્માનિત કર્યા

હરેશ પવાર
ભલાઈ કરનારને કોરોના ભરખે નહિ તેવું નથી પણ આ અધિકારીઓમાં માણસાઈ જીવે છે સતત બે મહિના કરતા વધુ સમયથી રાત દિવસ સતત કોરોનાના કપરા કાળમાં પણ ઝઝુમીને પોતાની ફરજ પર અડગ રહ્યા છે અને આજે અધિકારી સાથે માણસ તરીકેનું ઉત્તમ ઉદાહરણ આ સન્માનીય સન્માનીત થયેલા અધિકારીઓ છે..જે સાચા કોરોના વોરિયર્સ અને સન્માનને હકદાર છે ફરજ પરના તમામ અધિકારીઓના કામની કદર કરીને સિહોર તાલુકા ક્ષત્રીય રાજપૂત યુવા સંઘ દ્વારા સન્માન સાથે સન્માનિત કરાયા છે.

જેમાં સિહોરના પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ, મામલતદાર ડી એસ નિનામાં, પોલીસ પીઆઇ કે ડી ગોહિલ, પોલીસ અધિકારી આર એસ પરમાર, તાલુકા હેલ્થ અધિકારી જે એલ વકાણી, તાલુકા વિકાસ અધિકારી આઈ એ ગુંદીગરા, સહિતના અધિકારીઓને સન્માનપત્ર આપીને સિહોર તાલુકા ક્ષત્રીય રાજપૂત યુવા સંઘ દ્વારા અધિકારીઓને બિરદાવ્યા છે બીજી બાજુ લોકો ઘરોમા બંધ છે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કર્યું છે સ્થિતિ એવી છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે અધિકારીઓ પરિવારની ચિંતા કર્યા વગર માનવજાતના આરોગ્યની તકેદારી માટે સતત પોતાની ફરજ પર ખડા પગે રહી લોકોને ખૂબ મદદરૂપ બન્યા છે.

તે તમામ સિહોર તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓનું ડીઝીટલ પ્લેટફોર્મ દ્વારા સોશિયલ મીડિયા થકી મામલતદાર ઓફિસ, આરોગ્ય વિભાગ, પોલીસ ડીપાર્ટમેન્ટમા ફરજ બજાવતા કારડીયા રાજપૂત સમાજના ૮૫ જેટલા યુવાનો તથા બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે સમગ્ર માનવજાતને કોરોના વાઇરસે ભલે ખતરામાં મુકી દીધી છે પરંતુ ‘માનવતા’ છે કે જે અસુરોને જીતવા નથી દેતી. જ્યારથી કોરોનાએ મોતનું તાંડવ શરૂ કર્યું છે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.

છતાં પણ માનવતાવાદી માણસની હિંમ્મત આજે પણ કોરોનાને ટક્કર આપી માનવતાનું કર્તવ્ય નિભાવે જાય છે. આ કાર્યને સફળ બનાવવા સમાજના પ્રમુખ દિપશંગભાઇ ચૌહાણ, તથા મહામંત્રી હરદેવસિંહ વાળા, જયરાજસિંહ મોરી, રાજેન્દ્રસિંહ સોલંકી અને પ્રતાપસિંહ પરમારે જહેમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here