અબોલ પશુ પક્ષીઓ માટે પાણી ના કુંડા ભરીએ

સંદીપ રાઠોડ
માનવ સહિત એકેય સજીવ પાણી વગર રહી શકતો નથી. કદાચ ખોરાક ન મળે તો ચાલે પણ પાણી તો થોડાક કલાકોના અંતરે જોઇએ જ! એમાંય ઉનાળામાં આ જરૂરિયાત ખૂબ જ વધી જાય છે. ઉનાળો એટલે ધોમધખતા તાપ અને તરસથી છલકાતી મોસમ. વસુંધરા ઉપર મહાલતો એક પણ સજીવ પાણી વગર રહી શકે નહી. આજે પરિસ્થિતિ એવી છે કે, માનવજાતને પણ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડે છે.

પાણીને કારણે અનેક અબોલ પશુ પક્ષીઓ પોતાની પાણીની તરસ કેવી રીતે છીપાવતા હશે?!…. ઉનાળો એટલે ધોમધખતા તાપ અને તરસથી છલકાતી મોસમ ઉપર મહાલતો એક પણ સજીવ પાણી વગર રહી શકે નહી. આજે પરિસ્થિતિ એવી છે કે, માનવજાતને પણ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડે છે. પાણીને કારણે અનેક જગ્યાએ ઝઘડા પણ થાય છે! ઘણીવાર પ્રશ્ન થાય કે, દુર્ગમ વન વિસ્તાર કે વગડાઓમાં અબોલ પશુ પક્ષીઓ પોતાની પાણીની તરસ કેવી રીતે છીપાવતા હશે?!….

પણ આપણે આપણી પાણીની પળોજળમાંથી મુકત થઇએ તો અબોલ પશુ-પક્ષીઓનો વિચાર કરીએ. ખેર, આજના સંજોગો પ્રમાણે પાણી દરેક સજીવ માટે પ્રાણપ્રશ્ન બની ગયો છે આકરા તાપની સૌથી વધુ અસર નાનકડા પક્ષીઓ પર પડી રહી છે. માણસો તો ગરમીથી બચવા માટે પોતાનો રસ્તો કરી લે છે, પણ પ્રાણી-પક્ષીઓનું શું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here