કાળઝાળ ગરમીથી લોકો, પશુ-પક્ષીઓની હાલત કફોડી

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર સહિત જિલ્લાભરમાં થોડા દિવસોથી મહત્તમ તાપમાનનો પારો ૪૦/૪૨ સુધી પહોંચી જતા કાળઝાળ ગરમીને લઈ લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમ્યાન હજી તાપમાનનો પારો ઉંચે જશે અને જિલ્લાવાસીઓને આકરી ગરમીનો સામનો કરવો પડશે. છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગોહિલવાડ પંથકમાં સૂર્યદેવતા અગનગોળા વરસાવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી સિહોર સાથે જિલ્લામાં પડી રહેલ કાળઝાળ ગરમીને લઈ જિલ્લાવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. લોકો ગરમી સામે રક્ષણ મેળવવા એસી, કુલર, પંખાનો સહારો લઈ રહ્યા છે તો બીજી તરફ ગરીબ મજુર વર્ગના લોકો વૃક્ષના છાંયડે આરામ ફરમાવી ગરમીનો સામનો કરી રહ્યા છે. આગામી ત્રણ દિવસ દરમ્યાન જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહેશે અને જિલ્લાવાસીઓને હીટવેવનો સામનો કરવો પડશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here