મૂળ સિહોર નજીકના ધારૂકા ગામેં રહેતા હાલ કતારગામ જૂની જીઆઇડીસીમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવતા શખ્સે પોતાના કારખાનામાં જુગારધામ શરૂ કર્યો અને ઝડપાયો

બાતમીના આધારે પોલીસે છાપો માર્યો, કારખાનેદાર ઉપરાંત બે ભાઈ અને પિતા-પુત્ર સહિત ૬ પાસેથી રોકડ, મોબાઇલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂ.૧.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે

દેવરાજ બુધેલીયા
સિહોર નજીક આવેલ ધારુકા અને ગોલરામાં ગામે રહેતા શખ્સોએ હવે સુરતમાં જુગારધામો શરૂ કર્યા છે સુરતની કતારગામ જૂની જીઆઇડીસીમાં ખાતું ભાડે રાખી ત્યાં જુગાર રમાડી રહેલા કારખાનેદારને કતારગામ પોલીસે ગત સાંજે છાપો મારી ઝડપી પાડી ત્યાં જુગાર રમતા બે ભાઈ અને પિતા-પુત્ર સહિત પાંચની પણ ધરપકડ કરી હતી. પોલીસે તમામ પાસેથી રોકડ, ૬ મોબાઇલ ફોન અને ૬ મોટરસાયકલ મળી કુલ રૂ.૧.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મળેલી બાતમીના આધારે કતારગામ પોલીસે ગત સાંજે કતારગામ જુની જીઆઇડીસી પ્લોટ નં.૧૧૧ માં છાપો મારી તેના ગ્રાઉન્ડ ફ્લોરમાં એમ્બ્રોઇડરીના ખાતામાં તપાસ કરી હતી.

પોલીસે દરવાજો ખુલ્લો હોય અંદર જઈ તપાસ કરતા પાંચ વ્યક્તિ નીચે કુંડાળું વાળી જુગાર રમતા મળી આવ્યા હતા. જયારે એક વ્યક્તિ તેમની બાજુમાં ખુરશી રાખી બેસેલો હતો. પોલીસે પુછપરછ કરતા ખુરશીમાં બેસેલા શૈલેષભાઇ કાનજીભાઇ સુરાણી ( ઉ.વ.૩૯) ( રહે.ઘર નં.૯૧,રણછોડજી પાર્ક સોસાયટી, કંતારેશ્વર મંદિર પાસે, કતારગામ, સુરત. મુળરહે.ધારૂકા, તા.ઉમરાળા ) એ ખાતું પોતે ભાડેથી રાખ્યું હોવાનું જણાવી જુગારીઓને જુગાર રમવા બોલાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે શૈલેષભાઈએ જુગારીઓ પાસેથી નાણા પેટે ઉઘરાવેલા રોકડા રૂ.૩૫૦૦ પણ કબ્જે કર્યા હતા.

પોલીસે સ્થળ ઉપરથી જુગારીઓ – મજુરીકામ કરતા રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ દેવશીભાઇ સુરાણી ( ઉ.વ.૩૮ ) અને તેમના વેપારી ભાઈ નરેશભાઇ દેવશીભાઇ સુરાણી ( ઉ.વ.૩૯ ) ( બંને રહે.ઘર નં.૩૨૨ અક્ષરધામ સોસાયટી, હાથી મંદિર રોડ, કતારગામ, સુરત. મુળ રહે.ધારૂકા, તા.ઉમરાળા ), વેપારી રાજેશભાઇ ધનજીભાઇ લુખી ( ઉ.વ.૩૫ ) ( રહે.બી/૩૮, રાજાનંદ સોસાયટી, લક્ષ્મીકાંત આશ્રમ રોડ, કતારગામ, સુરત. મુળ રહંગે.ગોલરામા, તા.ઉમરાળા, ), વેપારી લાભુભાઇ છગનભાઇ લુખી ( ઉ.વ.૫૨ ) અને તેમના વેપારી પુત્ર મિલન ( ઉ.વ.૨૭ )( બંને રહે.ઘર નં.1201, શાલીગ્રામ સોસાયટી, મોટા વરાછા, સુરત. મુળ રહે.ગોલરામા, તા.ઉમરાળા, ) ને ઝડપી પાડી તમામ પાસેથી કુલ રોકડ રૂ.૨૩૫૬૦, રૂ.૨૭૫૦૦ ની કિંમતના છ મોબાઈલ ફોન અને રૂ.૯૧૦૦૦ ની કિંમતની છ મોટરસાયકલ મળી કુલ રૂ.૧,૪૨ લાખનો નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ એપેડેમિક એક્ટ મુજબ પણ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here