ફંડ ફોર કોરોના: સિહોર તાલુકા નિવૃત કર્મચારી મંડળે મુખ્યમંત્રી રાહતફંડમાં ૧,૫૧ લાખ આપ્યા

બ્રિજેશ ગૌસ્વામી
દેશ આખો કોરોના વાયરસ સામેની લડાઈમાં ઝઝૂમી રહ્યો છે. મોટા મોટા ઉદ્યોગપતીઓ, સેલિબ્રિટીઓ અને રાજકારણીઓ, ક્રિકેટરો પ્રધાનમંત્રી રાહત ફંડમાં કરોડો રૂપિયા જમા કરાવી રહ્યા છે. તો ઘણા લોકો એવા છે કે મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ રકમ જમા કરાવી રહ્યા છે. લોકડાઉનની કડક અમલવારી વચ્ચે શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોની હાલત દયનિય બની રહી છે ત્યારે સિહોર અને પંથકમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય સંસ્થાઓ સતત મદદનો ધોધ વહાવી રહી છે.

સિહોર ખાતે આવેલ તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧,૫૧ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યા છે આ કપરા સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા દરેક લોકો પોતપોતાની શક્તિ અનુસાર સી.એમ. ફંડ અને પી.એમ. ફંડમાં રૃપિયા અર્પણ કરી પોતાનું યોગદાન આપી રહ્યાં છે ત્યારે સિહોર તાલુકા નિવૃત કર્મચારી મંડળે મુખ્યમંત્રી રાહતફંડમાં ૧,૫૧ લાખ રૂપિયાનો ચેક મામલતદારને આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here