સોનગઢ વાડી વિસ્તારમાં દીપડાને ઝડપી પાડવા પાંજરું મુકાયું હતું, ગઈકાલે દીપડો પાંજરામાં કેદ, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં રાહતની લાગણી

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરના આજુબાજુ વિસ્તાર અને પંથકના કેટલાક ગામોમાં દીપડાના આંટા ફેરા અને મારણ કરવા કોઈ નવા સમાચાર નથી છેલ્લા ત્રણ ચાર દિવસથી સિહોરના રહેણાંકી વિસ્તાર સુધી આંટાફેરાના સમાચાર અને તરશીંગડા ડુંગર કરકોલીયા સહિતના ગામોના વિસ્તારમાં પડાવ નાખીને ધામાં નાખનાર દીપડો આખરે સોનગઢ ગામેથી પાંજરે પુરાયો છે અગાઉ સિહોરના ધ્રુપકા ભડલી સર કનાડ ગામના વિસ્તારોમાં દીપડાના સતત આંટાફેરા અને મારણની અનેક ઘટનાઓ બની છે જોકે છેલ્લા ઘણા સમયથી દીપડાને પાંજરે પૂરવાની માંગ ખેડૂતો અને અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ઉઠી હતી.

છેલ્લા બે ત્રણ દિવસથી સિહોરના તરશિંગડા કરકોલીયા સોનગઢ વિસ્તારમાં ચાર પાંચ દિવસથી દીપડાએ ધામાં નાખ્યા હતા જેથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને દીપડાને પાંજરે પુરવાની લોકોની માંગને લઈ ઉચ્ચ કક્ષાના આદેશના પગલે સિહોર ફોરેસ્ટ વિભાગની ટિમ દ્વારા સોનગઢ ગામના માલિકી સવેઁ નંબર સજુભા હેમુભા ગોહિલની વાડીની બાજુમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું જેને લઈ ગત રાત્રીના સમયે છેલ્લા ચાર પાંચ દિવસથી આંટાફેરા મારતો દિપડો આખરે પાંજરે પુરાયો હતો જેમને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ આ કામગીરી આર.એફ.ઓ એસ.આર.ત્રિવેદી તથા સ્ટાફ જોડાયો હતો અને દીપડાને પાંજરે પુરાતા ગ્રામ્ય વિસ્તારના લોકોએ અને ખાસ કરીને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here