કાતિલ ઠંડીમાં પણ કોંગ્રેસના ધરણાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો, ઉગ્ર લડતના એંધાણ, ઉપવાસી છાવણીમાં દિવસ દરમિયાન હિલચાલ દેખાઈ, આવતીકાલે કોંગ્રેસ નવા જૂની કરે તેવી પણ વાત

આવાસ યોજનામાં નગરસેવકો કોન્ટ્રાક્ટરો બન્યા છે, યોજનામાં કેટલાકની શંકાસ્પદ ભૂમિકા, અરજદારોને ધાકધમકી આપતા હોવાની પણ ચર્ચાઓ સામે આવી

 

દેવરાજ બુધેલીયા
સિહોર કોંગ્રેસ અને ચૂંટાયેલા સભ્યો છેલ્લા બે દિવસથી મંડપો નાખીને નગરપાલિકા સામે જ ધરણાં કરવા બેસી ગયા છે આવાસ યોજનાઓમાં થતી ગેરરીતિ અને વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા સ્થાનિક કોંગ્રેસ અને ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યોએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યુ છે જેના આજે બીજા દિવસ દરમિયાન કોંગ્રેસની ઉપવાસી છાવણીમાં આવતીકાલ માટેની લડત ઉગ્ર બનાવવાનો તખ્તો ઘડાઈ ચુક્યો છે તંત્ર અને સત્તામા બેઠેલાઓની બંધ આંખ ખોલવા આક્રમક કાર્યક્રમની હિલચાલ સાથે લડત ઉગ્ર સ્વરૂપે આપવાનું આયોજન થયું હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

આમતો આવાસ યોજના જ્યારથી અમલમાં આવી ત્યારથી વિવાદોમાં આ યોજના રહેલી છે અગાઉ કોન્ટ્રાક્ટરો અરજદારો પાસેથી પૈસા લીધા હોવાની ચોંકાવનારી વાત સામે આવી હતી અને જે જગજાહેર અરજદારોને પૈસા પરત આપવા પડ્યા હતા તે સૌ જાણે છે હાલ આવાસ યોજનામાં નગરસેવકો જ કોન્ટ્રાક્ટરો બન્યા છે બે થી ત્રણ નગરસેવકો આ યોજનાઓમાં કામ કરવાની કોન્ટ્રાક્ટરો સાથે ભાગીદારી રહેલી છે જ્યારે કેટલાકની શંકાસ્પદ હોવાનું કહેવાય છે અરજદારોને ધાક-ધમકી મળતી હોવાનું પણ સામે આવ્યું છે હપ્તાઓ રોકાઈ જવાની વારંવાર અરજદારોને ધમકી મળે છે આવાસ યોજનાઓનું કામ પણ જેતે નગરસેવક બનેલા કોન્ટ્રાક્ટર પાસે જ કરાવવાં માટેના દબાણો પણ ઉભા થાય છે.

આટલી સરસ સરકારની આવાસ યોજના સ્થાનિક સત્તામાં બેઠેલા લોકોએ ધુળ-ધાણી કરીને રાખી દીધી છે અને આ યોજના સામે વારંવાર ચીંધાતી આંગળી અને કોંગ્રેસના આક્ષેપો પણ સત્યની નજીક છે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ગઈકાલથી લડત શરૂ કરવામાં આવી છે નગરપાલિકા સામે મંડપો નાખીને અચોક્કસ મુદતની ઉપવાસ છાવણી શરૂ કરી છે ગઈકાલ અને આજે આ છાવણીનો બીજો દિવસ હતો આજના દિવસે સૂત્રોના કહ્યા મુજબ આવતીકાલે કોંગ્રેસ કઈક નવાજુની કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે ઉપવાસી છાવણીમાં આજે દિવસભર આવતીકાલ માટેના આશ્ચર્યજનક કાર્યક્રમનો તખ્તો ધડાયો હોવાનું સૂત્રોનું કહેવું છે ત્યારે આવતીકાલે કોંગ્રેસના ત્રીજા દિવસના ઉપવાસી ઘરણા પર લોકોની મીટ મંડાઈ છે આટલી ઠંડીમાં પણ કોંગ્રેસના ઉપવાસી ધરણાને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે ત્યારે આજના બીજા દિવસે કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here