બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અનુભવ લોકડાઉનમાં છૂટ છતા કરફયુ જેવો માહોલ

હરેશ પવાર
સિહોર સહિત સમગ્ર ગોહિલવાડમાં પંથકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે વધારો નોંધાતા ગોહિલવાડમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હાલ ગરમીમાંથી રાહત મળવાના કોઈ એંધાણ નથી ત્યારે ગરમીનું પ્રમાણ વધતા સામાન્ય જનજીવન ઉપર વ્યાપક અસરો જોવા મળી રહી છે. આગામી બે દિવસ દરમ્યાન ગરમીનું મોજુ યથાવત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તરભારત સહિતના કેટલાક સ્થળોએ હિટવેવની સ્થિતિ તીવ્ર બની છે ત્યારે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ગરમીનું જોર વધવા પામ્યું છે. ગરમ પવનો ફુંકાવાના કારણે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત સિહોર સાથે જિલ્લા અને ગોહિલવાડમાં પણ તાપમાનનો પારો ધીમે-ધીમે ઉંચે જઈ રહ્યો છે.

સમગ્ર ગોહિલવાડ પંથકમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમી અનુભવાઈ રહી છે અને આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. ખાસ કરીને બપોરના સુમારે અંગ દઝાડતી ગરમીના કારણે જિલ્લાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે લોકડાઉનના ચોથા તબક્કામાં વિવિધ વેપાર-ધંધાને સવારના ૮ઃ૦૦ થી ૪ઃ૦૦ કલાક સુધી છુટ આપવામાં આવતા સિહોરની બજારોમાં સવારના સુમારે ગ્રાહકોની ચહલ-પહલ જોવા મળે છે. પરંતુ આકરા તાપને લઈ મોટાભાગના લોકો સવારના સુમારે જ જરૃરી કામકાજ સહિત ખરીદીનું કામકાજ પૂર્ણ કરી બપોરના સુમારે ઘરમાં જ પુરાઈ રહેવાનું મુનાસીબ માની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here