સિહોર નગરપાલિકા દ્વારા જાહેરનામાઓનો ભંગ કરનાર સામે કાર્યવાહી, ૪ હજારનો દંડ વસુલ્યો

હરેશ પવાર
લોકડાઉન ભાગ ૪ ને લઈને રાજ્ય સરકાર દ્વારા અમુક શરતો સાથે છૂટ આપીને લોકોનું જીવન ફરી ધબકતું કર્યું છે. નવા રૂપ રંગો સાથે આવેલ લોકડાઉન ૪ માં કલેકટર શ્રીના જાહેરનામા મુજબ સોશ્યલ ડિટન્સ જાળવવું અને ફરજીયાત માસ્ક પેરીને બહાર નીકળવું નિયમો બનાવામાં આવ્યા છે. આ નિયમો ના ભંગ બદલ દંડની જોગવાઈ જાહેરનામા માં કરવામાં આવી છે. જેને લઈને સિહોર નગરપાલિકા દ્વારા આજે વેપારીઓ અને નાગરિકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ અને સોશ્યલ ડિસ્ટન્સ ના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યા હતા. નગરપાલિકા શોપ ઇન્સ્પેક્ટર વિજય વ્યાસ અને તેમની ટિમ દ્વારા ૪ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને લોકોને સોશ્યલ ડિસ્ટન્સ તેમજ જાહેરનામા ના પાલન કરવા માટે સમજાવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here