સિહોર ખાખરીયાના પાટિયા નજીક ભર બપોરે એસટીએ અલ્પેશને હડફેટ લેતા ઢળી પડ્યો, ઠંડુ પાણી ભરવા ગયેલ અલ્પેશે ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા

પિતાના ખંભે બે મહિના પહેલા મોટા દીકરા રાહુલની અર્થીનો ભાર હજુ ઉતર્યો ન હતો ત્યાં નાના દિકરા અલ્પેશની અર્થીને ખભો દેવો પડ્યો

હવે હું કોને રાખડી બાંધીશ કહેતી બહેન જાગૃતિ ભાંગી પડી, ભારે રોકકળ અને ભારે હૈયાફાટના દ્રશ્યો

દેવરાજ બુધેલીયા
સિહોર ગુંદાળા વિસ્તારમાં રહેતો યુવાન અલ્પેશ મકવાણા કે જેઓ ભર બપોરે પાણીની તરસ લાગતા ખાખરીયા નજીક હનુમાનજી ના મંદિર બહાર એક ઠંડા પાણીનું પરબ આવેલું છે ત્યાં પોતાના ઘરેથી ઠંડુ પાણી ગયેલ હતો જે પાણી ભરીને પરત ફરતી વેળાએ કાળમુખી એસટી બસે હડફેટ લેતા રીતસર ઘટના સ્થળે ઢળી પડ્યો હતો અને થોડી જ ક્ષણોમાં અંતિસ શ્વાસ લીધા હતા બનાવને લઈ ભારે અરેરાટી વ્યાપી છે સિહોરના ગુંદાળા ગામે રહેતા અલ્પેશ રણછોડભાઈ મકવાણા ઉ.વ ૧૯ પોતાના ઘર માટે ઠંડુ પીવાનું પાણી ભરવા માટે ખાખરીયા પાટીયા નજીક આવેલ પાણીના પરબે પાણી ભરીને આવતો હતો.

ત્યારે અહીંથી પસાર થતી એસટી બસે હડફેટે લેતા ઘટના સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. ઘરે પરિવારને ક્યાં ખબર હતી કે પાણી ભરવા ગયેલ અલ્પેશને ચમચી પાણી પાવાનો પણ સમય નહિ આપે ઈશ્વર. મકવાણા પરિવારના મોટા દીકરા રાહુલની બે મહિના પહેલા જ વસમી વિદાય પિતા રણછોડભાઈએ આપી હતી. દિકરા રાહુલની અર્થીનો બહાર હજુ ખભેથી ઉતર્યો ન હતો અને આંખના આંસુઓ સુકાયા પણ ન હતા ત્યાં ઈશ્વરે એક મોટો ઝટકો મકવાણા પરિવારને આપી દીધો હતો.

એક ની એક બહેન જાગૃતિ બીજા ભાઈના મૃત્યુના સમાચાર મળતા જ ભાંગી પડી હતી અને હૈયાફાટ રુદને એક જ વાત કહેતી હતી કે હવે હું રાખડી કોને બાંધીશ. દિકરીના હૈયાફાટ રુદને અહીં ઉપસ્થિત સૌ કોઈની આંખોને ભીંજવી દીધી હતી. આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here