સમગ્ર મામલે કેટલાક રાજકીય આગેવાનોની કારકિર્દી દાવ પર લાગી, એક નાના વોટ્સઅપ મેસેજ માં ગુનો નોંધતુ પ્રશાશન અને પોલીસ શુ આ વિષયને ગંભીરતાથી લેશે. ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે ગુનો નોંધશે કે પછી કાયદો એક તરફી રહેશે

શંખનાદ કાર્યાલય
સિહોર ખાતે મંગળવારના રોજ સાંજના સમયે જમીઅતે ઉલ્માએ હિન્દ નામની સંસ્થા દ્વારા યોજાયેલ જાહેર કાર્યક્રમનો હિન્દૂ સંગઠનો દ્વારા ભારે વિરોધ થયો છે અને મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે સિહોરની જમીઅતે હિન્દ સંસ્થા દ્વારા ઇદની ઉજવણીના ભાગરૂપે અધિકારી પદાઅધિકારી ઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો સાંજના સમયે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક દીપ્તિબેન ત્રિવેદી સાથે સિહોરના મામલતદાર નિનામા ચીફ ઓફિસર બરાડ, સિહોર પોલીસના ત્રિવેદી સિહોર શહેર ભાજપના પ્રમુખ શંકરમલ કોકરા મહામંત્રી આશિષ પરમાર સહિત કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ ધીરુભાઈ ચૌહાણ માવજી સરવૈયા સહિતના ભાજપ કોંગ્રેસ અગ્રણીઓ સાથે શહેરના અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌને સંસ્થા દ્વારા સન્માનિત કરાયા હતા જોકે હાલ આ સન્માન સમારોહને લઈ ભારે વિવાદ જાગ્યો છે કાર્યક્રમને લઈ હિન્દૂ સંગઠનોમાં વિરોધનો સુર ઉઠ્યો છે.

એક તરફ કોરોનાની વિશ્વિક મહામારી ચાલે છે ત્યારે જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ હોઈ ત્યારે સિહોર ખાતે મંગળવારના દિવસે જમીઅતે ઉલ્મા એ હિન્દ આયોજિત યોજાયેલા જાહેર કાર્યક્રમને લઈ ભારે વિવાદ ઉભો થયો છે સમગ્ર મામલો શહેરભરમાં ટોક ધ ટાઉન બન્યો છે સમગ્ર મામલે કેટલાક અધિકારી પદાઅધિકારીઓને ખુલાસાઓ માટેની નોટિસ પણ મળી છે આયોજકો સામે પણ પગલાં લેવાની માંગ કરાઈ છે ત્યારે હાલ સમગ્ર મામલો શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને આ મામલે ઉપસ્થિત કેટલાક રાજકીય આગેવાનો સામે પણ કાર્યવાહી થાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે અને કેટલાક આગેવાનીની રાજકીય કારકિર્દી પણ સમગ્ર મામલે દાવ પર લાગી હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here