તાલુકા મહિલા પ્રમુખ ઇલાબા ગોહિલની અધ્યક્ષ સ્થાને બેઠક મળી-વિકાસને વેગ આપતું બજેટ રજૂ કરાયું

હરેશ પવાર
સિહોર તાલુકા પંચાયતની સામાન્ય સભા ૨૦૨૦/૨૧ ના બજેટને લઈને તાલુકા પંચાયત પ્રમુખ ઇલાબા જે ગોહિલના અધ્યક્ષ સ્થાને સિહોર તાલુકા પંચાયત કચેરીના પટાંગણના બેઠક મળી હતી. ગામડાઓના વિકાસને લઈને મળેલ આ બેઠકમાં સુધારા વધારા સાથેનું સિહોર તાલુકાના સર્વાંગી વિકાસને વેગ આપતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સિહોર તાલુકાના ગામડાઓમાં પાણીના, ગટરના, રોડ રસ્તાના, શૌચાલયના, ખેડૂતલક્ષી, ગરીબલક્ષી, પશુપાલન લક્ષી વગેરે વિકાસની બાબતોને આવરી લેતું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. સિહોર તાલુકાના ગામડાઓના વિકાસને વેગ આપવા મહત્વનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું કોંગ્રેસ શાશિત તાલુકા પંચાયત ખાતે મળેલી બેઠકમાં સર્વાનુમતે બજેટ મંજુર થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here