કેમ્પેઈનમાં સિહોર સાથે જિલ્લા કોંગ્રેસના હજારો આગેવાનોએ ભાગ લીધો, સોશ્યલ મીડિયા પ્લેટ ફોર્મ પર મુદ્દાઓની વાત કરી

બ્રિજેશ ગૌસ્વામી
કોંગ્રેસે કોરોનાવાયરસના મુદ્દે ભાજપ સરકારને ઘેરી લેવાની નવી રણનીતિ કોંગ્રેસ દ્વારા તૈયાર કરી છે. આજથી કોંગ્રેસ ‘સ્પીક અપ ઈન્ડિયા’ (#JoinSpeakUpIndia) કેમ્પેઈન શરૂ કરી છે. આ અભિયાનમાં કોંગ્રેસના લાખ્ખો વધુ કાર્યકરો અને સમર્થકો ભાગ લીધો હતો. આ અંતર્ગત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો જેમાં સિહોર સાથે જિલ્લા કોંગ્રેસના હજારો આગેવાન કાર્યકરોએ આ કેમ્પેઈનમાં જોડાયા હતા આ અભિયાન અંતર્ગત કોંગ્રેસ દ્વારા ચાર મુખ્ય માંગણીઓ મુકવામાં આવી હતી સ્થળાંતર કરી રહેલા નાગરિકોને સલામત અને મફત ઘરે પહોંચાડવામાં આવે, દરેક ગરીબ લોકોને દસ હજાર રૂપિયાની તાત્કાલિક સહાય આપવી જોઈએ, એમએસએમઈઓને આર્થિક લોન નહી, આર્થિક મદદ આપવામાં આવે.

ઉપરાંત મનરેગા હેઠળ મજૂરોને ઓછામાં ઓછા ૨૦૦ દિવસની મુદત આપવામાં આવે. સિહોર અને જિલ્લા સાથે દેશભરમાં ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર ગરીબોનો અવાજ બનીને હજારો લાખ્ખો કાર્યકરો ગરીબોનો અવાજ બન્યા હતા સોશ્યલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર સરકાર દ્વારા દરેક ગરીબોના ખાતામાં ૧૦,૦૦૦ રૂપિયા આપવા તેમજ સ્થળાંતર કરી રહેલા નાગરિકોને સલામત અને મફત ઘરે પહોંચાડવામાં આવે, દરેક ગરીબ લોકોને દસ હજાર રૂપિયાની તાત્કાલિક સહાય આપવી જોઈએ, એમએસએમઈઓને આર્થિક લોન નહી, આર્થિક મદદ આપવામાં આવે. ઉપરાંત મનરેગા હેઠળ મજૂરોને ઓછામાં ઓછા ૨૦૦ દિવસની મુદત આપવામાં આવે તેવી માંગ સાથે આ કેમ્પેઈનમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, નાનુભાઈ ડાખરા, કાંતિભાઈ ચૌહાણ જયરાજસિંહ મોરી, સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, ધીરુભાઈ ચૌહાણ સહિતના હજારો આગેવાન કાર્યકરોએ આ કેમ્પેઈનમાં ભાગ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here