એકાંતરા દુકાન ખોલવાની મંજૂરી હોવાથી મહિનામાં ૧૫ દિવસ જ ધંધો થાય છે, નુકસાનને કારણે ૫૦ ટકા કારીગરોને રોજગારી મળતી બંધ થઈ

દેવરાજ બુધેલીયા
સિહોર વાસીઓ ખાવા-પીવાના શોખીન છે. કોઇ તહેવાર હોય, લગ્ન હોય કે પછી પાર્ટી હોય ભોજનના મેનુમાં આઇસ્ક્રિમ જરૂર હોય. ગરમીની સીઝનમાં સિહોર મેઈન બજારમાં રાત્રીના ૯ વાગ્યા આસપાસ લોકો આવી જાય અને ઠંડા પવનની લહેરકી વચ્ચે ગોળા અને આઇસ્ક્રિમની લિજ્જત માણ્યા વગર રહે નહીં. દર ઉનાળામાં બજાર લોકોથી ઉભરાય જાય અને પરિવાર સાથે, મિત્રો સાથે લોકો ગોળા અને આઇસ્ક્રિમની લિજ્જત માણતા નજરે પડે. પરંતુ આ વર્ષે કોરોના વાઇરસને કારણે લોકડાઉન હોવાથી લોકો ૭ વાગ્યા પછી બહાર પણ નીકળી શકતા નથી. કારણ કે સાંજના ૭ થી સવારના ૭ વાગ્યા સુધી સરકારે કર્ફ્યુ જાહેર કર્યું છે.

આથી સિહોરની મેઈન બજાર ૪ વાગ્યા પછી સુમસામ ભાસી રહી છે. સિહોર વાસીઓ ખાવાના શોખીનનો માટે હવે ઉનાળાની ઋતુ પણ ખતમ થવાના આરે છે આથી આ વર્ષે મન ભરીને આઇસ્ક્રિમ કે ગોલાનો સ્વાદ માણી શક્યા નથી. જો કે, લોકડાઉન ૪ દરમિયાન સરકારની છૂટછાટ હોવા છતાં ગોળા અને આઇસ્ક્રિમના ધંધામાં ૮૦ ટકાનો કાપ આવી ગયો છે. આઇસ્ક્રિમ અને ગોલાના ધંધામાં નુકસાન પાછળ મુખ્ય ત્રણ પરિબળો ભાગ ભજવે છે. જેમાં પહેલું એ કે લોકડાઉનમાં ૭ વાગ્યા પછી લોકોને બહાર આવવા દેવામાં આવતા નથી. આથી આઇસ્ક્રિમ અને ગોલા ખાવાવાળા લોકો ૭ વાગ્યા બાદ જ બહાર નીકળતા હોય છે.

આથી લોકો ન આવતા ધંધામાં નુકસાન જઇ રહ્યું છે. બીજું સૌથી મોટા ઓર્ડર લગ્નમાં મળતા હોય છે. આ વર્ષે લોકડાઉનને કારણે લગ્નની સિઝન પણ પૂરી થવા આવી છે. આ કારણે પણ આઇસ્ક્રિમ અને ગોલાના ધંધા પર અસર થઇ રહી છે. ત્રીજુ પરિબળ એ છે કે શહેરમાં ઓડ ઇવન ફોર્મ્યુલા. જેમાં ન,પા દ્વારા એકાંતરા દુકાન ખોલવાની મંજૂરી હોવાથી મહિનામાં ૧૫ દિવસ જ ધંધો થાય છે. આથી મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here