સિહોર કોરોનામુક્ત: જલુના ચોક વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી મુક્તિ, ચોક ફરતે મારેલી આડશો દૂર થઈ, ૪૫ દિવસે છુટકારો

હરેશ પવાર
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે જે વિસ્તારમાંથી કેસો મળે તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે ત્યારે સિહોરનો સૌપ્રથમ કેસ જલુનાચોક વિસ્તારમાં મળ્યો હતો અને ગત તા.૧૩ એપ્રિલ આ વિસ્તાર સહિતના આજુબાજુ વિસ્તાર પણ કન્ટેન્મેન્ટ ઝોનમાં આવી ગયા હતા એક જ પરિવારના પાંચ સભ્યોને કોરોના પોઝિટિવ બાદ અન્ય એક પણ કેસ સિહોરમાં નોંધાયો નથી છેલ્લા થોડા દિવસોથી એકપણ નવો કેસ નહીં નોંધાતા તંત્ર અને નગરપાલિકા દ્વારા તેને કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યું છે અને આડશોને દૂર કરી દેવાઈ છે ત્યારે વસવાટ કરતાં સ્થાનિકોને રાહત મળી છે.

કોરોના વાઈરસના દર્દીઓ જે વિસ્તારમાંથી મળી આવે તેની આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી સ્થાનિકોની આવનજાવન ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવે છે. ત્યારે આવા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા વસાહતીઓને શાકભાજીથી લઈ દૂધ અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પહોંચતી કરવામાં આવી રહી છે. ગત તા. ૧૩ એપ્રિલ સિહોરના જલુના ચોક વિસ્તારમાં શહેરનો સૌપ્રથમ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો હતો ત્યારે તંત્ર અને નગરપાલિકા દ્વારા જલુનો ચોક, મકાતનો ઢાળ, જુમ્મા મસ્જિદ સહિતના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી પ્રતિબંધો લાદી દીધા હતા અને પોલીસ તંત્ર દ્વારા તેનું ચુસ્ત પાલન કરાવાઈ રહયું હતું.

વિસ્તારને ફરતે કોર્ડન કરીને વસાહતીઓની આવન જાવન ઉપર પણ રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે વધુ કેસો ન આવતા થોડા દિવસો પહેલા કન્ટેન્ટમેન્ટ ઝોનને ટૂંકાવી દેવાયો હતો જલુના ચોક વિસ્તાર શિવાઈના વિસ્તારોને મુક્તિ આપવામાં આવી હતી ત્યારે હવે વધુ એક પણ કેસ ન નોંધાતા ગઇકાલે જલુના ચોક વિસ્તારને પણ કન્ટેન્ટમેન્ટ માંથી મુક્ત કરી દીધો છે આમ સિહોર હવે કોરોનામુક્ત બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here