વાડીમાં રમતા ચાર બાળકોને ફૂડ પોઇઝનની અસર થઈ હોવાનું પ્રાથમિક તારણ, ઘટનાને લઈ ભારે ચકચાર
રાત્રિના ૮..૫૫ કલાકે મળત પ્રાથમિક અહેવાલો મુજબ સિહોર તાબાના ભૂતિયા નજીકના પીપરડી ગામે વાડીમાં બે બાળકોના મોત ની ઘટનાથી ચકચાર મચી છે. કોઈ ઝેરી પદાર્થ ભૂલથી ખાઈ કે પી જવાથી આ બાળકોના મોત નીપજયાં નું અનુમાન કરવામાં આવી રહ્યું છે જયારે બે બાળકોને પણ અસર થતા તેને સારવાર માટે સિહોર સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. પીપરડી ગામે દુલાભાઈ ડાયાભાઇ પટેલ ની વાડી માં ભાગીયું રાખી ને રહેતા દાહોદ પંથકના અશ્વિન ભાઈ અને તેનો પરિવાર રહેતો હોય ત્યારે આજે સાંજે કોઈ કારણોસર ત્યાં રમી રહેલા ચાર બાળકો ની તબિયત લથડી હતી. આ બાળકો ત્યાં રમતા સમયે કોઈ ઝેરી પદાર્થ ખાઈ જતા કે પી જતા શિવાંગી અને અર્વના નામની બે બાળકી ના મોત નીપજ્ય છે જયારે અન્ય બે બાળકો ને હાલ સારવાર માટે ૧૦૮ ની મદદ થી સિહોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવેલ છે બનાવને લઈ રંઘોળા ૧૦૮ ના પાઇલોટ પિયુષ રાઠોડ અને સિહોર પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવેલ.