સિહોર શહેર કોંગ્રેસ દ્વારા કોરોના વોરિયર્સ ને રોગપ્રતિકારક દવા વિતરણ

દેવરાજ બુધેલીયા
સમગ્ર ભારતમાં જયારથી કોવિડ 19 (કોરોના) નુ સંક્રમણ ફેલાયુ છે ત્યાર થી સરકારી કર્મચારી ડૉક્ટર પોલીસ નર્સ પત્રકાર,સફાઇકર્મી વગેરે સતત પોતાના જાન ને જોખમમાં રાખી લોકો ની સેવામા લાગેલા છે એ પણ પોતાના જીવની કોઇ પરવા કે કાળજી વગર અને આ કોરોના સંક્રમણ સૌથી પહેલા આ કર્મયોગી લોકો ને ફેલાવાનો ભય રહેલો છે જેની ચિંતા કરી સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા આજે શુક્રવારના રોજ આ કર્મયોગી લોકો ને રોગપ્રતિકારક (હાર્ડ ઇમ્યુનીટી ) દવા નુ વિતરણ કરાયુ.

જેથી સંક્રમણ થી તેમને રક્ષણ મળે અને તેનુ આરોગ્ય તંદુરસ્ત રહે આ હેતુ લગભગ એક હજાર થી વધુ દવાના પેકેટ વિતરણ કરાયા જેમા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, કિરણભાઈ ઘેલડા, ધીરૂભાઈ ચૌહાણ, ઇકબાલભાઇ સૈયદ, કરીમભાઇ સરવૈયા,નૌશાદભાઇ કુરેશી, પરેશભાઇ બાજક, ચંદુભાઇ સરવૈયા, ડી.પી.રાઠોડ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ચાર ચાર વ્યક્તિ ના ગ્રૃપ બની અલગ અલગ જગ્યાએ કોરોના વોરિયર્સ ને દવા પહોચાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here