ગૌતમી નદીને સુક્કી ભટ્ટ બનાવવા અને બંધ કરવાની કેટલાક વિધર્મીઓની સાજીશ, નદીનું અસતીત્વ મિટાવવાના પ્રયત્નો, સમગ્ર મામલે ચીફ ઓફિસરે ખોટી રીતે ઠરાવો લખ્યા, દીપશંગભાઈ મુકેશ જાની અને ડાયાભાઈ સમગ્ર મામલે મેદાનમાં

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ગૌતમી નદીના પાળાનો મુદ્દો અને વિવાદ ફરી છંછેડાયો છે અને આ મામલે સિહોરના રાજકારણમાં વધુ એકવાર ધમાસણ સર્જાયું છે પાલિકા તંત્ર અને સત્તાધારી પક્ષના લોકો માટે ત્રણ નગરસેવક દીપશંગભાઈ મુકેશ જાની અને ડાયાભાઈ રાઠોડ માથાના દુખાવા સમાન બન્યા છે એક પછી એક શહેર હિતના મુદ્દાઓ પર છડેચોક ભર બજારે ડંકાની ચોંટે સતત મેદાનમાં આવી લોક હિતના અવાજ ઉઠાવીને સત્તામાં બેઠેલા લોકો અને તંત્રની ઊંઘ હરામ કરીને રાખી દીધી છે તે સત્ય છે ગત વર્ષે સિહોરનો ગૌતમી નદી છ વર્ષ બાદ ઓવરફ્લો થઈ હતી અને ત્યાર બાદ પાળો તૂટવા મામલે અતિ વિવાદ સર્જાયો હતો જેને સ્થાનિક રાજકારણ અનેક દાવ પેચ ખેલાયા હતા તે જગ જાહેર છે.

સમય અને જગ્યાના અભાવે પહેલાની વિસ્તૃત ચર્ચા કરી શકાય તેમ નથી હાલ ફરી ચોમાસુ નજીક છે વરસાદનો સમય શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સિહોર ગૌતમી નદીના પાળા મુદ્દે ફરી ઘમાસાણ શરૂ થયું છે ત્રણ નગરસેવક દીપશંગભાઈ મુકેશ જાની અને ડાયાભાઈ મેદાને પડ્યા છે જે નગરસેવકનું કહેવું છે કે સિહોરની ગૌતમી નદી પાંચ કિમીમાં પથરાયેલી છે જે કેટલાક વિધર્મિઓ નદી બંધ કરવાની સાજીશ રચી રહ્યા છે નદી સુક્કી ભટ્ટ બની જાય પાણીની આવક બંધ થઈ જાય અને ગૌતમી નદીનું અસ્તિત્વ મિટાવી દેવાની સાજીશ ચાલે છે.

કેટલાક શક્તિશાળી લોકો પાણીનો કાયદેસરનો હક લઈ જવા માંગે છે નિર્દોષ પ્રજાની પીઠ પાછળ ખંજર ભોકવાનું એક મોટું ષડયંત્ર ચાલે છે તે હરગીઝ અમે નહિ ચલાવી લઈએ લોકો સહકાર આપે અમે પાળા મુદ્દે એક જલદ આંદોલન છેડવાની તૈયારીઓ કરી રહ્યા છીએ પ્રજા સહકાર આપે તેવું નગરસેવકનું કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here