તંત્ર અને સત્તાધીશોની બેવડી નીતિ, કરોડો રૂપિયા પાણીમાં ખર્ચાયા છતાં પાણીની સ્થિતિ ગંભીર, હાલ પણ વેચાતું પાણી લેવાય છે અને ટેસ્ટિંગના નામે વેડફાઈ છે..બાબત ગંભીર છે – કિરણભાઈ ઘેલડા – મુકેશ જાની સહિત વિપક્ષ સભ્યોનો આક્રોશ

હરેશ પવાર
ઉનાળા અને ગરમીના દિવસો ચાલે છે પાણી માટે લોકોનો રઝળપાટ છે લોકડાઉનના કારણે લોકોને નાછૂટકે ઘરમાં રહેવાનો વારો છે ગત ચોમાસામાં પડેલા સારા વરસાદને કારણે સિહોરની જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવ છલોછલ ભરાયું છે પરંતુ સત્તાધીશોની અણઆવડતના કારણે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે વિપક્ષના સભ્યો પણ ખફા થયા છે એમનું કહેવું છે કે સિહોરમાં સાત થી આઠ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે શહેરમાં રેસ્ટ હાઉસથી માનશંગભાઈના ગેરેજ સુધી પાણી લાઈન તૂટી છે.

જે મામલે વિપક્ષના મુકેશ જાનીએ કહ્યું હતું કે શહેરની જનતાને પાણી સપ્લાય થતી વેળાએ દરમિયાન આ પાણી વેડફાયુ નથી પરંતુ સત્તામાં બેઠેલા લોકો દ્વારા રાજીવનગર ખાતે આવેલો જે પાણીનો ટાકો છે તે ૧/૫ મહીનાથી બંધ છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને જેના કારણે લાઈન લીકેજ થવાની ઘટનાઓ બની છે મહત્વની બાબત એ છે કે લાઈન લીકેજ થવાના કારણે જે પાણી વેડફાઈ રહ્યું છે.

તે લોકોના અને જનતાના પૈસાથી વેચાતું લેવાતું મહિપરીએજ પાણી વેડફાયુ છે જેના કારણે વિપક્ષના સભ્યોએ ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જનતાના કરોડો રૂપિયા પાણીમાં વપરાયા હોવા છતાં દિવસે ને દિવસે ગંભીર સ્થિતિનું નિર્માણ થતું જાય છે જનતાએ જાગૃત થવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here