સિહોર તાલુકા હેલ્થ કચેરી દ્રારા વિવિધ ગામોમાં લોક આગેવાનોના હસ્તે હોમીયોપેથી ની રોગ પ્રતિકારક દવાનું વિતરણ

હરેશ પવાર
સિહોર તાલુકા હેલ્થ કચેરી દ્રારા વિવિધ ગામોમાં લોક આગેવાનોના હસ્તે હોમીયોપેથી ની રોગ પ્રતિકારક દવાનું વિતરણ થયું છે ઉચ્ચ તબીબો અને અધિકારીઓની સૂચના અને ઉપસ્થિતતી વચ્ચે સિહોર તાલુકાના ગામોમાં લોક આગેવાનોના હસ્તે દવાનું વિતરણ કરાયું છે સિહોર માં નગરપાલિકા પ્રમુખશ્રી દિપ્તીબેન ત્રિવેદી તેમજ તાલુકા કક્ષાના સણોસરા ગામે આયોજીત કાર્યક્રમમાં બાવચંદભાઈ લીંબાણી, ગોકૂળભાઈ ભાવચંદભાઈ ચોહાણ,લાલાભાઈ ડાંગરની ઉપસ્થિતિમાં દવા વિતરણ થયેલ આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી દ્રારા કોરોના યુદ્ધમાં તકેદારી અને રોગપ્રતિકારક દવાનું મહત્વ સમજાવેલ કાયઁક્રમ નું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત દ્રારા કરાયેલ.

આભાય વિધી મેડીકલ ઓફિસર ડો.આયશાબેન હુનાણી એ કરેલ,આ મુજબ પ્રા.આ કેન્દ્ર ટાણા,મઢડા,સોનગઢ, સણોસરા, ઉસરડ અર્બન દ્રારા વિવિધ આગેવાનો સરપંચશ્રી ના હસ્તે કાયઁક્રમો યોજેલ.આ કાર્યક્રમોને સફળ બનાવવા મેડીકલ ઓફિસરશ્રીઓ,સુપરવાઈઝરશ્રીઓ,ફ્રામા઼ સી.એચ.ઓ.શ્રી આશાફેસી તથા તમામ સ્ટાફે જહેમતો ઉઠાવી ને કાયઁક્રમ ને સફળ બનાવ્યો હતો ઉલ્લેખનીય છે કે સિહોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોકુળભાઈ આલે તાલુકા આરોગ્ય અધિકારી , તાલુકા હેલ્થ સુપરવાઇઝર અને સ્ટાફને કોરોના વાયરસની આ વિકટ પરિસ્થિતિમાં સતત આરોગ્યલક્ષી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવેલ અને સમગ્ર તાલુકાની જનતા વતી આભાર વ્યક્ત કરેલ તેમજ સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તથા સ્ટાફને સણોસરા વિસ્તારના ગામોના લોકોના આરોગ્યની ચિંતા કરી રાત દિવસ સતત કામગીરી કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here