સિહોર નગરપાલિકા દ્વારા આયૃવેદિક ઉકાળા કેન્દ્રો શરૂ કરાયા, આજથી પ્રારંભ, પ્રથમ દિવસે ૧૫૦૦ લોકોએ લાભ લીધો

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના ની વૈશ્વિક મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહીયું છે ત્યારે ભાવનગર જિલ્લા અધ્યક્ષ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ચેરમેન આદરણીય મહેન્દ્રસિંહ સરવૈયા ના માર્ગદર્શન નીચે તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરુણ કુમાર બરનવાલ સાહેબ, આયુષ ડિપાર્ટમેન્ટ ના ડીરેક્ટરશ્રી વૈદ્ય ભાવનાબેન પટેલ તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો, શીતલબેન સોલંકી ના સહયોગ થી સિહોર નગરપાલિકા દ્વારા સમગ્ર શહેર ના નાગરિકોનુ સ્વાસ્થ જળવાઈ તેવા ઉદેશ્ય સાથે ઉકાળા કેન્દ્રો પ્રારંભ કરવામાં આવ્યો. આ આયુર્વેદિક ઉકાળો આયુષ્ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૯ જડીબુટ્ટી થી તૈયાર કરવામાં આવેલ છે.

તેમાં સિહોર નગરપાલિકા દ્વારા ઉકાળો વધુ અસરકારક બને તેવા શુભ આશયથી, કાળામરી,તજ, લવિંગ, સૂંઠ, હળદર, અજમો, હિંગ,આદુ, ફુદિનો,તુલસી, લીંબુનોરસ,સાથે અગીયાર પ્રકારની ઔષધિનો ઉમેરો કરી આ ઉકાળો તૈયાર કરવામાં આવ્યો છે જે કોરોના સામે રક્ષણ આપે છે આજના પ્રથમ દિવસે ૬૦ લિટર ઉકાળો તૈયાર કરી ૨ કેન્દ્રો પરથી વિતરણ ચાલુ કરવામાં આવેલ છે આ આયુર્વેદીક ઉકાળા નો લાભ ૧૫૦૦ કરતા વધારે નગરજનોએ લાભ લીધેલ. આગામી દિવસો માં પણ આ આયુર્વેદિક ઉકાળા નું વિતરણ વિના મૂલ્યે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ સુધી શરૂ રાખવામાં આવશે, જેનો લાભ શહેર ના નાગરિકો એ લેવા અનુરોધ કરવામાં આવે છે.

બોક્સ.

સિહોરની જનતાને જ્યારે ઉકાળા જરૂર હતી ત્યારે લાભ ન મળ્યો તે દુઃખદ બાબત : મુકેશ જાની

અગાઉ દોઢ માસ સુધી સિહોર કોરોનાયુક્ત હતું અને સમગ્ર સિહોરને લોકડાઉનમાં આવરી લેવાયું હતું જલુનાચોક વિસ્તારને કોરોન્ટાઇન કરવામાં આવ્યો અને આજુબાજુના વિસ્તારો કોરોનાયુક્ત હતા ત્યારે ઉકાળાનો વિચાર સિહોર નગરપાલિકાના શાશકોને આવ્યો નહિ.. ઠીક છે દેર આયે દુરસ્ત આયે એક સારો વિચાર મોડો તો મોડો આવ્યો તો ખરી..આ આયુર્વેદિકની ઔષધિ લોકોના સ્વાસ્થ્ય માટે ખુબ ફળદ્રુપ છે પરંતુ સિહોરની જનતાને તેનો લાભ સમયસર મળવો જોઈએ તે મળ્યો નથી અને તેના માટે આ શાસકો જવાબદાર છે સિહોરની જનતાને ખરેખર ઉકાળાની જરૂર હતી ત્યારે લાભ મળી ન શક્યો તે બાબત ખૂબ દુઃખદ છે તેવું વિપક્ષના નગરસેવક મુકેશ જાનીએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here