વારંવાર રજુઆત છતા પણ સરકાર કે વીમા કંપની નહિ જાગતા અંતે ખેડૂતોએ શરૂ કર્યુ છે ડીઝીટલ આંદોલન : પાક વીમો સત્વરે મળે, ખેડૂતોનું દેવું માફ થાય, પાલભાઈને ન્યાય મળે તેવી ત્રણ માંગણીઓ સાથે ડિજિટલ આંદોલન

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર અને તાલુકા સાથે સમગ્ર રાજ્યમાં ખેડૂતોનો પાક વીમો મળે, ખેડૂતોનું દેવું માફ થાય, પાલભાઈને ન્યાય મળે તેવી મુખ્ય ત્રણ માંગણીઓ સાથે ડિજિટલ આંદોલન એ વેગ પકડ્યો છે ત્યારે આવતીકાલે કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરી સિહોર ખાતે ડિજિટલ ઉપવાસ આંદોલન કરશે ગત વર્ષે ખેડૂતો માટે ખુબ માઠું વરસ જવા પામ્યું છે. આ વર્ષે જિલ્લાના ખેડૂતો ની ચોમાસા દરમ્યાન જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાકોને ભારે એવું નુકસાન થવા પામ્યું છે વધુ વરસાદ પડતાં જિલ્લાના ખેડૂતોને ખૂબ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.

જેના કારણે ખેડૂતોની ચોમાસા દરમિયાન ની સિઝન અત્યંત નિષ્ફળ જવા પામી હતી અમુક ખેડૂતોને પોતાના ઉભા પાક નિષ્ફળ ગયા હોવા છતાં પણ પાકવીમો ચુકવવામાં આવ્યો નથી જેના કારણે ખેડૂતો દેવાદાર બનતા જઈ રહ્યા છે ખેડૂતોનો પાક વીમો ચૂકવવામાં ના આવતા ખેડૂતોએ સરકાર સામે ડિજિટલ આંદોલનની શરૂઆત કરી છે ત્યારે લોકડાઉનના કારણે ખેડૂતો પોતાના ખેતરોમાં અન્નનો ત્યાગ કરી ૧૨ કલાક સુધી ઉપવાસ ઉપર બેસી રહ્યા છે ત્યારે ત્રણ માંગણીઓ સાથે આવતીકાલે રવિવારે કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરી પણ સિહોર ખાતે ડિજિટલ ઉપવાસ આંદોલન કરીને ખેડૂતોની વાતને સમર્થન કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here