સિહોર અર્બન સેન્ટરની બાજુમાં આવેલ પ્રાથમિક સ્કૂલમાં હેલ્થ કાર્ડ અને આરોગ્ય તપાસ માટે લોકોના ટોળે ટોળા, સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા

હરેશ પવાર
લોકડાઉન ૪ આજથી પૂર્ણ થયું છે આવતીકાલથી લોકડાઉન ૫ ની ગાઈડલાઈનો જાહેર થઈ છે જેમાં મોટાભાગની ગુજરાતની રાજ્ય સરકારે છૂટછાટ આપી છે ખાસ કરીને વધુમાં ધંધા રોજગારમાં છૂટછાટ મળી છે કોરોના સાથે જીવન જીવવાનો સમય આવી ચુક્યો છે પરંતુ સોશ્યલ ડિસ્ટન્સ અને નિયમોનું પાલન નહીં કરનાર વેપારીઓ સામે તવાઈ બોલાવતું તંત્ર સામે પણ આજે અનેક સવાલો ઉભા થયા છે સિહોર અર્બન હેલ્થની બાજુમાં આવેલ પ્રાથમિક સ્કૂલમાં આજે ફેરિયાઓના હેલ્થ કાર્ડ અને આરોગ્ય તપાસના કાર્યક્રમમાં રીતસર ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા લોકોના ટોળાઓ ઉમટ્યા હતા જેને લઈ અનેક સવાલો ઉભા થયા છે.

ફેરિયાઓ ફેરી કરી પેટનો ખાડો પૂરતા શ્રમિકો માટે હેલ્થ કાર્ડ અને આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે આજે સિહોરના અર્બન સેન્ટરની બાજુમાં યોજાયેલા કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ નો સરેઆમ ભંગ કરવામાં આવતો જોવા મળ્યો હતો. એક તરફ તંત્ર દ્વારા આરોગ્ય ચકાસણી કરવા માટે થઈને લોકોને એકઠા કરે છે તો બીજી તરફ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ એ જ ભુલાઈ ગયું હોય તેવું લાગતું હતું કોરોના મહામારી સામે લડવા માટે સૌથી જરૂરી તે અંગેની પારદર્શિતા છે અને પ્રામાણિકપણે તેની સામે લડવાની નીતિ છે. જો એમ ન થતું હોય તો લોકોની જાન ખતરામાં છે અને હવે પોતાનો જીવ જાતે જ બચાવવાનો જ વિકલ્પ તેમની પાસે રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here