આવતીકાલથી ફરી સિહોરની બજારોમાં ધમ-ધમાટ, વેપાર ધંધા દુકાનો ખુલશે, બજારમાં પૈસા ફરતા થશે

છેલ્લા ૭૦ દિવસથી લોકડાઉનના કારણે વેપારીઓની મધ્યમવર્ગની હાલત કફોડી બની છે, આવતીકાલથી રાબેતા મુજબ સ્થિતિ થાળે પડતી જશે

સંદીપ રાઠોડ
આજે લોકડાઉન ૦૪ નો અંતિમ દિવસ છે આવતીકાલે સોમવારે લોકડાઉન ૦૫ અમલી બની રહ્યું છે ત્યારે રાજ્યની સરકારે જનજીવનને ધબકતું કરવા વ્યાપક છૂટછાટ આપી છે આ છૂટછાટથી છેલ્લા બે મહિનાથી વધુ કોરોના કાળના કપરા સમયમાં જીવતા વેપારીઓ અને મધ્યમવર્ગના લોકોમાં રાહત થઈ છે અને સિહોરની બજારોમાં ફરી આવતીકાલથી ધમ-ધમાટ જોવા મળશે વેપાર ધંધા ખુલશે છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી બંધ વેપારીઓના ધંધાના શટર ખુલશે રાજયમાં કોરોનાની પરિસ્થિતિના કારણે છેલ્લા બે મહિનાથી બંધ રહેલ વેપાર-રોજગાર ચાલુ કરવાની છુટ આપવામાં આવી છે.

આવતીકાલ સોમવારથી સિહોર સહિત રાજ્યમાં ધંધા રોજગાર સવારે ૮ થી રાત્રીના ૮ સુધી શરૂ રહેશે બે મહિના કરતા વધુ સમય વેપાર ધંધા બંધ રહયા અને લોકો ઘરમાં પુરાયેલા રહયા તેનાથી કોરોનાની દ્રષ્ટિએ ફાયદો થયો કે ન થયો પરંતુ બેરોજગારી વધી છે. સેંકડો પરીવારો ધંધો શરૂ થવાની રાહ જોઇને બેઠા હતા સરકારનો ગઇકાલેનો નિર્ણય લોકો માટે રાહત રૂપ બન્યો છે. આવતીકાલથી મોટા ભાગની દુકાનો અને ઉદ્યોગો શરૂ થાય તેવી આશાઓ છે બજારમાં ફરી રાબેતા મુજબ સ્થિતિનું નિર્માણ થાય તેવી વેપારીઓમાં પણ આશાઓ છે અને જનજીવન ફરી ધબકતું કરવા સરકાર દ્વારા પણ વ્યાપક છૂટછાટ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here