ઘાંઘળી નજીક ગઇરાત્રે ઘટના બની, અકસ્માત એટલો ભયંકર હતો કે ડમ્પર નાળામાં ખાબકયું, ચાલકનું મોત

બ્રિજેશ ગૌસ્વામી
ગતરાત્રીના સિહોરના ઘાંઘળી વલભીપુર હાઇવે રાઘવ પેટ્રોલપંપ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી સરિયા ભરેલા ટ્રકે ડમ્પરને ટલ્લો મારતા ડમ્પર ધડાકાભેર નાળામાં ખાબકયું હતું અકસ્માતની વિગત એવી છે કે સિહોર ના ઘાંઘળી નજીક ગત રાત્રીના બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘાંઘળી નજીકના એક પુલ ઉપર ટ્રકમાં ડીઝલ ખૂટી જતા ડીઝલ નાખ્યા બાદ ટ્રક ચાલક પંપ ને ધમી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતા લોખંડ ના સરિયા ભારેકલા એક ટોરસે ત્યાં રહેલા ટ્રક ને ટક્કર મારતા આ ટ્રક ચાલક ઉપરથી પસાર થી અને નાળામાં નીચે ખાબક્યો હતો.

ટ્રક ફરી વળતા ટ્રક ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે વાહનો અને લોકોની ભારે ભીડ રોડની બંને સાઈડ જમા થઇ ગઈ હતી. અકસ્માત સર્જી ટોરસ ચાલક નાસી છૂટતા રોડ પર પડેલા ટ્રક ને કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. મદદે આવેલી ૧૦૮ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી . મસમોટો પોલીસ કાફલો ત્યાં દોડી જતા આખરે ટ્રાફિક હલાવો બન્યો હતો. આ બનાવમાં ચોગઠ ગામના દામજીભાઈ ભરતભાઈ કોળી નામના ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું .મરજનાર ચાલકને પોસ્ટમોર્ટમ માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here