ટાઉનહોલ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં સો થી વધુ બોટલો રક્ત એકત્રિત થયું, કાર્યક્રમમાં આગેવાન અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર જિલ્લાના વીર માંધાતા સંગઠન પ્રમુખ રાજુભાઇ સોલંકીના જન્મદિવસ નિમિતે સિહોરમાં યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસ નિમિતે સેવાકીય કાર્યને લઈને રક્તદાન કેમ્પનું આયોજન સિહોરના ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતુ. વિશાળ યુવાવર્ગ ધરાવતા રાજુભાઇના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ હાજર રહીને રક્તદાન કર્યું હતું. એક સામાજિક કાર્યની સાથે જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

ટાઉનહોલ ખાતે વીર માંધાતા સંગઠન સિહોર દ્વારા રાજુભાઈ સોલંકી વીર માઘાતા સંગઠન અઘ્યક્ષશ્રીના જન્મદિન નિમિત્તે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કેમ્પમાં ૧૦૫ જેટલી રક્ત બોટલ એકત્રિત થઈ હતી કાર્યક્રમમાં સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવા માઘાભાઇ ગોહિલ સાગવાડી, રાજુભાઈ પરમાર ને દીપકભાઇ સોલંકી, કાળુભાઇ ગોહીલ, શૈલેશભાઇ કલર કામ વાળા અને એમની ટીમ ઉત્સાહ પૂર્વક કામ કરી કાર્યક્રમ ને સફળ બનાવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here