કેરી ખાવાનો મહિમાઃ બજારમાં માંગ વધશેઃ આખા વર્ષના સમગ્ર વ્રતોનું પુણ્ય પ્રાપ્ત થવાની માન્યતા

બ્રિજેશ ગૌસ્વામી
કાલે ભીમ અગિયારસની સિહોર ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી કરવામાં આવશે. ભીમ અગિયારસના દિવસે વાવણીનું મુહુર્ત સચવાશે ? કે નહી ? તે માટે સૌ કાલની રાહ જોઇ રહયા છે. ભીમ અગિયારસને નિર્જળા એકાદશી પણ કેહવામાં આવે છે. આ દિવસે કેરી ખાવાનો મહિમા છે જેના કારણે બજારમાં કેરીની માંગ વધશે. આખા વર્ષના સમગ્ર વ્રતોનું પુણ્ય પ્રાપ્ત થવાની માન્યતા છે. હિન્દુ પંચાગમાં બાર માસ આવતી વિવિધ અગિયારસ પૈકી મહત્વની અને કઠોર ગણાતી જેઠ સુદ અગિયારસ છે જેને ભીમ અગિયારસ એટલે નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here