૧૦/૧૫/૨૫ લાખની દુકાન ધરાવતા સિહોરના શાકભાજી અને ફ્રુટ વેંચતા વેપારીઓને તંત્ર કહે છે તમે લારી લઈને બે કિલોમીટર દૂર ક્રિકેટ ગ્રાઉન્ડમાં શાકભાજી અને ફ્રુટ વેચવા જાવ: આ કેવું.? કઈક વેપારીઓ માથે મહેરબાની કરો, એમના પરિવારોની હાલત કફોડી છે, ખાવા ધાન રહ્યું નથી

સંદીપ રાઠોડ – દેવરાજ બુધેલીયા
છેલ્લા અઢી અઢી માસથી લોકડાઉનને કારણે સિહોરની બજારો સુમસામ રહી વેપાર ધંધા રોજગાર બંધ રહ્યા સરકાર અને તંત્રએ જે પણ આદેશ કર્યા તે લોકોએ શિરોમાન્ય રાખીને આદેશ અને નિયમોનું કડક પાલન કર્યું લોકડાઉનને કારણે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે અને ભીડ ન થાય તે માટે જૂની નગરપાલિકા અને મોટાચોક વિસ્તારમાં આવેલી શાકમાર્કેટને સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવવામાં આવી હતી જોકે મેઈન બજારમાં દુકાનો ધરાવી શાકભાજી અને ફ્રુટ વેંચતા વેપારીઓએ સરકાર અને તંત્રના આદેશના પગલે સંપૂર્ણ ધંધા રોજગાર બંધ રાખ્યા આજે અઢી અઢી માસ સુધી પોતાની પેઢીઓ બંધ રાખી દુકાનો ખોલી નહિ.

આજે સરકાર અને તંત્ર દ્વારા અનલોક ૧માં મોટાભાગની છૂટછાટ આપવામાં આવી છે અને બજારોમાં ફરી રોનક શરૂ થઈ છે ધમ-ધમાટ દેખાયો છે અઢી મહિના પછી વેપારીઓના ધંધા રોજગાર ખુલતા સિહોરની મેઈન બજારમાં ફ્રુટ અને શાકભાજીની દુકાનો ધરાવતા વેપારીઓને તંત્ર દ્વારા વેચાણ નહિ કરવાનું કહેતા રોષ વ્યાપ્યો છે તંત્ર કહે છે શાકભાજી અને ફ્રુટ વાળાને ક્રિકેટ ગ્રાઉન્ડમાં લારીઓ લઈને વેચાણ કરવા જવાનું..મેઈન બજારમાં વેચાણ નહિ થઈ શકે..વેપારીઓ કહે છે અત્યાર સુધી સરકાર અને તંત્રના આદેશનું પાલન કર્યું.

કહ્યા તે બધા નિયમો પાળીના ધંધા રોજગાર બંધ રાખ્યા..હવે આજથી સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે છતાં તંત્ર દ્વારા બજારમાં શાકભાજી કે ફ્રુટ નહિ વેચાવાનું કહે છે અમારે ૧૫/૨૫ લાખની દુકાનો લઈને બેઠા છીએ અમે બે કિલોમીટર લારી લઈને કેમ વેપાર ધંધા કરવા જાયએ..વેપારીઓની વ્યથા અને હૈયાવરાળ ખોટી નથી .અઢી મહિના સુધી વેપાર બંધ રહ્યા છે..હાલત કફોડી બની છે..પૈસા ખૂટયા છે..ઘરે ખાવા ધાન રહ્યું નથી..અને એક બાબત અહીં ઉડીને આખે વળગે તેવી છે કે જે વેપારી ૧૦/૧૫/૨૫ લાખની દુકાન ધરાવે છે તે લારી લઈને કાળા કોપના તડકામાં કઈ રીતે વેપાર ધંધા કરવા જાય..કમસેકમ આ સમજ સામાન્ય જન માનસમાં પણ હોઈ..માટે હવે મહેરબાની કરો તો સારૂ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here