કેન્દ્રની ભા.જ.પા. સરકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છ વર્ષ પૂર્ણતા પ્રસંગે કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતું સિહોર શહેર ભાજપ

મિલન કુવાડિયા
કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે બીજા ચરણની જવાબદારીઓ વચ્ચે મોદી-૨ ના પ્રથમ વર્ષ અને લાગલગાટ ભા.જ.પા.ની કેન્દ્ર સરકારના સફળતાનાં છ વર્ષ પૂર્ણ કરતા સિહોર શહેર ભા.જ.પા. દ્વારા દેશના વિકાસમાં ગતિ પ્રદાન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને બાકીના ચાર વર્ષના સમય દરમ્યાન દેશ વિકાસની નવી ઉંચાઈ સાથે આત્મનિર્ભર અને પ્રગતિના પંથે અગ્રેસર બનશે તેવી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા આ અંગે સિહોર શહેર અધ્યક્ષશ્રી શંકરમલ કોકરા, મહામંત્રી હિતેશ મલુકા, આશિષ પરમાર સહિત શહેર ટીમે જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે.

બીજા વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંપૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકારે કેન્દ્રમાં છ વર્ષ પૂર્ણ કર્યા છે. પ્રથમવાર મોદી સરકારે ૧૬મી મે ૨૦૧૪નાં રોજ કેન્દ્રની સત્તા સંભાળી હતી. જયારે બીજી વખત ૩૦મી મે ૨૦૧૯ના રોજ કેન્દ્રની સત્તા પ્રચંડ જનાદેશ સાથે ફરી એકવાર સાંભળી હતી જેણે દેશની દશા-દિશા બદલી નાંખી બદલવા સાથે ઐતિહાસિક નિર્ણયો વડે દેશના ભૂતકાળમાં કોંગ્રેસના ૬૦ વર્ષના શાશનમાં કરેલી અનેક ભૂલોને સુધારી ભારતમાતાને પરમ વૈભવના સ્થાન તરફ દોરી દેશના વિકાસની ગતિને વેગ આપ્યો હતો.

પ્રચંડ જન સમર્થન સાથે ભારે બહુમતી સાથે કેન્દ્ર સરકારમાં ફરી એક વખત શાશન સંભાળતા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ રદ કરી વડાપ્રધાનશ્રીએ કોંગ્રેસની આઝાદી સમયે કરેલી ઐતિહાસિક ભૂલને સુધારી કાશ્મીરને દેશનું અભિન્ન અંગ બનાવવા સાથે લેહ-લડાખ સહિત ના કેન્દ્ર શાસિત પ્રદેશો જાહેર કરી દેશની સીમાઓને સુરક્ષિત કરી તો આંતકવાદ સામે લાલ આંખ કરતા તેમને જન્નતમાં પહોંચાડતા ઝીરો ટોલરન્સની નીતિ સાથે જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો કર્યો છે આ ઉપરાંત ટ્રિપલ તલાક મુદ્દે દેશની મુસ્લિમ બહેનોને સુરક્ષા અને સન્માન કર્યું છે તો સી.એ.એ અને એન.આર.સી. મુદ્દે ઐતિહાસિક હિંમત સાથે નિર્ણયો લઈ દેશની એકતા અને અખંડિટતાને વધુ દ્રઢ અને સલામત બનાવી છે.

જ્યારે કરોડો હિન્દુઓનું સદીઓ જૂનું સ્વપ્ન રામમંદિર માટે નો માર્ગ મોકળો કરી કરોડો હિન્દુઓના આરાધ્ય ભગવાનશ્રી રામચંદ્રજીના મંદિરનું નિર્માણ કાર્ય તમને જન્મસ્થાન અયોદયામાં કરવી દેશના કરોડો હિન્દુઓનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે તો દેશની સૌથી મોટી આયુષ્યમાન ભારત નામની હેલ્થ યોજનાનો લાભ દેશના કરોડો પરિવારો સુધી પહોંચાડી અનેક પરિવારોને સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે તો કિસાન સન્માન નિધિ અને જનધન ખાતા દ્વારા લોકડાઉનના સમયે ભ્રષ્ટચાર મુક્ત પારદર્શક શાશન વચ્ચે કોરોનાની મહામારી સામે લોકોના ખાતામાં સીધા જ પૈસા જમા કરાવી લાખો લોકોને આશીર્વાદ મેળવ્યા છે તો દેશના ઇતિહાસમાં સૌથી મોટું આર્થિક રાહત પેકેજ 20 લાખ કરોડનું જાહેર કરી દેશમાં કોરોના મહામારી સામે લડતા લાખો નાના-મોટા વેપારીઓ, લઘુઉદ્યોગકારો, કિસાનો, સખીમંડળો, છૂટક વેપારીઓ સહિતના લાખો પરિવારોમાં નવી આશાનો સંચાર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here