કંપનીઓને લીલીઝંડી મળી છતાં ઉત્પાદન સામે અનેક સમસ્યા, મોટાભાગના મજુરો વતન ચાલ્યા જતાં કંપનીઓની કામ કરવાની ક્ષમતા પર માઠી અસર

સલીમ બરફવાળા
લોકડાઉન-૪માં મજુરોને વતન પરત મોકલવાની કરાયેલી કવાયતમાં સિહોર જીઆઇડીસીમાં કામ કરતા હજારો કામદારો પોતાના ઘરે ચાલ્યા ગયા છે. જેના કારણે હાલે સરકારે લોકડાઉન-૫માં ઉદ્યોગોને આપેલી સંપુર્ણ છુટછાટનો કોઈ મતલબ રહ્યો નથી. પહેલા મજુરોને મોકલવા કરાયેેલી કામગીરી બાદ હવે તેેેને ગણતરીના દિવસોમાં પાછા બોલાવવા વ્યવસ્થા કરવી પડે તેવો તાલ ઉભો  થયો છે. લોકડાઉન એક માસ સુધી લંબાવાયું છે પરંતુ તેમાં સરકારે અનેક છુટછાટ જાહેર કરી છે જેમાં કંપનીઓને તેની ૧૦૦ ટકા ક્ષમતા સાથે કામ કરવાની પરવાનગી આપી દેવાઈ છે. પરંતુ મોકાણ એ સર્જાઈ છે કે કામ કરાવવું કોના પાસે ? જે કંપનીઓમાં મોટાભાગનું કામ શ્રમઆાધારીત હોય છે.

તે ઉદ્યોગોની હાલત બુરી થઈ છે. અત્યારસુધી બંધ પડેલી કંપનીઓને હવે ચાલુ કરવા લીલીઝંડી હોવા છતાં કામદારો ક્યાંથી કાઢવા તે સવાલ ઉભો થયો છે. કચ્છમાં આવેલા ઉદ્યોગોમાં મોટાભાગના અન્ય રાજ્યોના કામદારો હતા . જેઓને એસ.ટી બસ અને ટ્રેન મારફતે રવાના કરી દેવાયા છે . હજીપણ તંત્ર દ્વારા આ કામગીરી ચાલી રહી છે ત્યારે એક તરફ કામદારોને પોતાના વતન જવું છે બીજીતરફ કંપનીઓને કાર્યરત કરવી શક્ય નથી. જાણકારોના જણાવ્યા મુજબ કંપનીમાલિકો મુંઝવણમાં મુકાયા છે. શ્રમિકોના અભાવે અનેક યુનિટ બંધ થવાની નોબત આવે તેમ છે.

મજુરો પાછા નહીં આવે તો અનેક ઉદ્યોગોના ઉત્પાદન અને ઓર્ડર પર મોટી અસર પડતા કંપનીઓને તાળા મારવાની નોબત આવી શકે છે. ખાસ કરીને એવી કંપનીઓને અસર થશે જે માનવશ્રમ આાધારીત છે. આ અંગે ઉદ્યોગકારોએ માંગ કરી છે કે, સરકાર દ્વારા પરત આવવા ઈચ્છુક કામદારોને પાછા લાવવાની વ્યવસૃથા કરવી જોઈએ નહીં તો કોરોના મહામારીમાં ભાંગેલું  ઉદ્યોગજગત  હવે શ્રમિકોની અછતમાં સંપુર્ણં દિવ્યાંગ બની જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here