ભીમ અગિયારસના દિવસે તાલુક મથકના અનેક ગામોમાં મેઘરાજાએ મુહૂર્ત સચવાયું

સંદીપ રાઠોડ
કોરોનાનો ભય અને લોકડાઉન વચ્ચે નાના–મોટા તહેવારો જતાં રહ્યા છે. ત્યારે ગઈકાલથી સિહોર સહિત ભારત અનલોક થતાં આજનાં પર્વનું વિશેષ મહત્વ લોકો માટે છે. આજના દિવસે લોકો સારા વરસાદની આશા પણ રાખી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં આજે સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. ગઈકાલે ભાવનગરમાં ૧ ઈંચ વરસાદ તોફાની પવન સાથે પડયા બાદ આજે મેઘરાજાએ ભીમ અગિયારસનું મુહુર્ત સાચવ્યુ છે. આજે સિહોરના દેવગાણા સહિત ના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય ગઈ છે. આજે ભીમ અગિયારસે કનિદૈ લાકિઅ મેઘરાજાએ આજે મુરત સાચવીને સિહોર પંથકમાં પધરામણી કરી છે.

આજે સવારે દેવગાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ધીમી ધારે વરસ્યા હતા. ગરમીથી ત્રસ્ત લોકોએ મેઘરાજાનું આગમન થતા રાહતની લાગણી અનુભવી હતી. વરસાદનું ભીમ અગિયારસના દિવસે આગમન થતા હવે ખેડૂતોમાં ચોમાસુ સમયસર શરૂ થાય તેવી આશા બંધાઈ છે.જેઠ માસની આજની અગિયારસ ભીમ અગિયારસ તરીકે પ્રચલિત છે. ભીમ અગિયારસના દિવસે વરસાદ વરસે તેને ખેડૂતો મેઘરાજાની શુકનવંતી પધરામણી ગણે છે. શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ભીમ અગિયારસનું વિશેષ મહત્ત્વ છે.

પરણેલી દીકરીઓ ભીમ અગિયારસે પિયર ખાસ જાય છે અને કેરી ખાવાની મજા માણે છે. ખેડૂતો ભીમ અગિયારસથી ખેતીકાર્યનો ધીમી ગતિએ પ્રારંભ કરે છે. છેલ્લા ઘણા વર્ષથી ભીમ અગિયારસે વરસાદ વરસતો નહોતો પરંતુ આ વર્ષે ભીમ અગિયારસ પૂર્વે જ વરસાદ વરસતા સારા ચોમાસાના એંધાણ મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે ય આ પરંપરા જોવા મળે છે. આજની એકાદશીનું વ્રતનું પાલન કરવાથી, બધી એકાદશી વ્રતનું પુણ્ય પ્રા થાય છે. તેને પાંડવ એકાદશી, ભીમસેની એકાદશી અથવા ભીમ એકાદશી પણ કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here