સિહોર તાલુકામાં ભીમ અગિયારશનો જુગાર રમતા શકુનીઓ ઝડપાયા,બે અલગ અલગ જુગાર પર રેડ, ૯ ઝડપાયા

દેવરાજ બુધેલીયા
એક તરફ લોકડાઉનને લઈને લોકોના કામ ધંધા બંધ પડી ગયા હતા. માંડ માંડ ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા તેવા અનેક પરિવાર જોવા મળ્યા હતા. ત્યારે આજે ભીમ અગિયારશ હોવાથી એક તરફ કેરીઓનું ધૂમ વેચાણ હતું તો બીજી તરફ જુગાર રમતા શકુનીઓને ઝડપી લેવા પોલીસ એક્ટિવ હતી. લોકડાઉનમાં લોકોને પૈસા ખૂટયા હતા પણ જુગારીઓને તો જાણે કોરોના ફળ્યો હોય તેવું લાગી રહ્યું હતું.

સિહોર પોલીસ ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા રાજપરા ખોડિયાર તળાવમાં આવેલ મંદિર સામે જાહેરમાં તીન પતિનો જુગાર રમતા ૫ ઇસમોને મુદામાલ સાથે સિહોર પોલીસે ઝડપી લીધેલ જેમા મહેશભાઈ લખમાનભાઈ મકવાણા ઉ.વ.૩૨, વિજયભાઈ સાદુલભાઈ કાલોતરા ઉ.વ. ૨૪, રમેશભાઈ બેચરભાઈ કાલોતરા ઉ.વ.૨૫, રવિભાઈ ઘુઘાભાઈ સિહોરા ઉ.વ. ૨૪ અને નરેશભાઈ કેશુભાઈ કુવાડિયા ઉ.વ ૨૭ રહે તમામ પ્લોટ વિસ્તાર રાજપરા ખોડીયારને રોકડા ૧૩,૨૨૦ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

જ્યારે બીજી તરફ સિહોરના કનાડ ગામે પ્રાથમિક શાળા પાછળ જાહેરમાં અમુક ઈસમો તીન પતિનો હાર જીતનો જુગાર રમતાની બાતમીને લઈને સિહોર પોલીસ દ્વારા રેડ પાડતા બુધુભા રનુભા ગોહિલ ઉ.વ ૩૦, વિજયસિંહ રઘુભા ગોહિલ ઉ.વ ૩૪, રવિરાજસિંહ બળવંતસિંહ ગોહિલ ઉ.વ ૨૭, પ્રદીપસિંહ હરદેવસિંહ ગોહિલ ઉ.વ ૨૩ રહે તમામ કનાડ ગામને રોકડ ૬૦૪૦ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી સિહોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કામમાં સિહોર પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.ગોહિલની સૂચના થી ASI જે.બી.ત્રિવેદી, HC આર. એન.ગોહિલ, તથા pc રામદેવસિંહ જાડેજા, અશોકસિંહ ગોહિલ, બીજલભાઈ કરમટિયા, રમેશભાઇ છેલાણા, જગતસિંહ ગોહિલ અને ટિમ જોડાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here