અમારા સહયોગી બ્રિજેશ કહે છે સિહોરના ઉચ્ચ અધિકારીઓએ ઢળતી સાંજે ફિલ્ટર પ્લાન્ટ, ગૌતમેશ્વર તળાવ અને વળાવડ સંપની મુલાકાત લીધી, ચર્ચા અને અટકળો અનેક છે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીના પ્રશ્નને લઈને મોટો હોબાળો મચ્યો હતો. ફિલ્ટર પ્લાન્ટ વિવાદ, પાણીની એક્સપ્રેસ લાઈનનો વિવાદ જેને લઈને આજે ઢળતી સાંજે એકાએક સિહોરના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા છે આજે સાંજે અચાનક જ પ્રાંત અધિકારી , મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ એ સિહોરની પાણી પૂરું પડતા સ્થળોની ઓચિંતી મુલાકાત લેતા શહેરમાં અનેક ચર્ચાઓ થવા લાગી હતી. સિહોર પ્રશાશનના ઉચ્ચ અધિકારીઓ નો કાફલો વળાવડ ગામે આવેલ નર્મદા નિરના સંપ ઉપર પહોંચી હતી અને સ્થળની વિગતવાર માહિતી મેળવી હતી.

ત્યાર બાદ સિહોર ગૌતમેશ્વર તળાવના દરવાજાની સ્થળ તપાસ કરવામાં આવી હતી અને અંતે અતિ વિવાદાસ્પદ નવા ફિલ્ટર પ્લાન્ટ ઉપર પણ જઈને અધિકારીઓએ વિગતો એકઠી કરી હતી. સિહોરમાં અચાનક ઉચ્ચ અધિકારીઓના હરકતમાં આવતા લોકોમાં ચર્ચાઓ જાગી હતી કે શું હવે સિહોર ની પીવાના શુદ્ધ પાણીની સમસ્યાઓનો અંત આવી જશે ? કરોડો ના ખર્ચે બનેલો ફિલ્ટર પ્લાન્ટને ઉચ્ચ અધિકારીઓ શરૂ કરાવી શકશે કે કેમ ? આવા અનેક પ્રશ્નો સિહોરના પાલિકાના નગરસેવકો અને પ્રજામાં ઉભા થઇ રહ્યા છે. શા માટે થઈને અધિકારીઓ અચાનક જ પીવાના પાણી પુરા પાડતા સ્થળોની મુલાકાત લીધી તે પણ આગામી દિવસોમાં જાણવા મળી શકશે.

કદાચ ગાંધીનગરથી પણ ફોન ધમધમાટ શરૂ થયો હોય જેને લઈને અધિકારીઓ દોડી ગયા હશે આવી અનેક અટકળો હાલ સિહોરની જનતા મનમાં બાંધી રહી છે. હવે અટકળો કેટલી સાચી ઠરે છે અને અધિકારીઓ ની મુલાકાત પાછળનો હેતુ શુ છે તે તો આગામી દિવસમાં જ જાણવા મળી શકશે ત્યાં સુધી તો રાહ જ જોવાની રહી જોકે અમારા સહયોગી બ્રિજેશનું કહેવું છે આ મામલે અનેક અટકળો અને ચર્ચાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here