આવાસ યોજનામાં અગાઉ પણ છડે ચોક ભષ્ટાચાર બહાર આવ્યો હતો જે સમયે પણ તંત્ર પગલાંની ખાતરી આપી હતી, આવાસ મુદ્દે કોંગ્રેસે ત્રણ દિવસ નાટક ભજવ્યું, પ્રજા પણ તમાશો અને તાલ જુવે છે

દેવરાજ બુધેલીયા
કોંગ્રેસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ નાટકનો નાટકીય અંત આવ્યો છે અગાઉ શંખનાદ દ્વારા કહેવાયું હતું કે કોંગ્રેસ ગમે તેટલા બૂમ બરાડા કરે પરંતુ પ્રજાના પ્રશ્ને પરિણામ સુધી કોંગ્રેસ પોહચી શકતી નથી તે વાસ્તવિકતા છે આજે ફરી એજ સત્ય સામે આવ્યું છેલ્લા ત્રણ દિવસથી આવાસ યોજના મુદ્દે નગરપાલિકા સામે વિપક્ષે બાયો ચડાવી હતી અને આવા યોજના મુદ્દે લડત શરૂ કરી હતી અગાઉ પણ કોંગ્રેસ દ્વારા રજૂઆતો અને આવેદનો ઉપવાસો કર્યા છે અને તંત્રએ માત્ર ખાત્રીઓ આપી છે પરંતુ પરદા પાછળની વાસ્તકવીકતા જુદી છે.

આવાસ યોજના મુદ્દે છડેચોક ભષ્ટાચાર બહાર આવ્યો હતો લાભાર્થીઓના લોધેલા પૈસાઓ પરત આપવા પડ્યા હતા જે જગજાહેર છે છતાં પણ સત્તામાં બેઠેલા અને તંત્ર તમાશો જુવે છે અને વિપક્ષ આવેદન અને રજૂઆતોના નાટક કર્યે રાખે છે ખેર બધું…ગઈકાલે કોંગ્રેસની આવેલી અખબાર યાદી પ્રમાણે આજે ધરણા કાર્યક્રમને ઉગ્ર આંદોલન તરફ પ્રયાણ કરવાનું હતું ત્યારે આજે ચિફ ઓફીસર બરાળ ધરણા છાવણીમા આવી સમગ્ર મામલાની તપાસ કરી યોગ્ય કાયઁવાહી કરવાની લેખીત મા ખાત્રી આપતા આ ધરણા સમેટાયા હતા ફરી એકવાર વિપક્ષનો જનતાની લડાઈ મા વિજય થયો હોવાનું કોંગ્રેસની અખબારયાદી જણાવ્યું છે.

સતત ત્રણ દિવસથી ધરણા કરી સિહોર ની જનતા ની લડાઈ લડતા તમામ કોંગ્રેસ આગેવાનો, નગરસેવકો, અને કાયઁકરો નો સાથે સિહોર ના વરીષ્ઠ નાગરીકોએ સમર્થન આપવા બદલ અને તમામ પત્રકારો,પ્રેસ,મિડીયા રીપોર્ટરો અને કોંગ્રેસ સોશિયલ મીડિયા ના કાયઁકરોનો સિહોર શહેર પ્રમુખે આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here